આરબીઆઈએ અલવર અર્બન-કો-ઓપરેટિવ બેન્કનું લાયન્સ રદ્દ કર્યું

0
7

ન્યુ દિલ્હી,તા.૮
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (આરબીઆઈ)એ રાજસ્થાનના અલવર ખાતે આવેલી અલવર અર્બન કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. હકીકતમાં બેંક ડિપોઝીટર્સના પૈસા પરત કરવા માટે સમર્થ ન હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. આરબીઆઇ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેંકની વર્તમાન હાલત જાતા લાગે છે કે બેંક ફરીથી ઉભી નહીં થઈ શકે. આ કારણોસર બેંકનું લાઇસન્સ રદ કરી દેવામાં આ્‌વ્યું છે અને આ નિર્ણય ૫ જુલાઈથી લાગુ થઈ ગયો છે.
હકીકતમાં ગ્યુલેટરી ઓર્ડરના કારણે કિંમતમાં ઘટાડો થવાના કારણે ઈન્ડીયન ઓવરસીઝ બેંકો જેવી સંસ્થાઓએ આ પગલાં ભર્યા છે. ૧૧ પબ્લિક સેક્ટર બેંક જે ઁઝ્રછ લિસ્ટમાં આવી છે જેમાં સાત જેટલી બેંકોએ પોતાના એટીએમની સંખ્યામાં ખાસ્સો ઘટાડો કર્યો છે. આરબીઆઈએ આપેલી માહિતી પ્રમાણે એટીએમની સંખ્યા ઘટાડનાર બેંકોની યાદીમાં સેન્ટ્રલ બેંક, અલ્હાબાદ બેંક, ઈન્ડીય ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઈન્ડીયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોર્પોરેશન બેંક અને યુકો બેંકનો સમાવેશ થાય છે.
એટીએમની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો સપ્ટેમ્બર ૨૦૧૫માં પીસીએમાં આવેલી ઈન્ડીય ઓવરસીઝ બેંકે કર્યો હતો. બેંકે પોતાના ૧૫% એટીએમ બંધ કરી દીધા હતા. આ ક્રમમાં UCO બેંક અને કેનરા બેંક બીજા અને ત્રીજા નંબર પર આવે છે. આરબીઆઈના ડેટા પ્રમાણે પીસીએ સ્કીમ હેઠળ તેમની નજરમાં આવેલી બેંકોએ પાછલા વર્ષે ૧,૬૩૫ એટીએમ પોઈન્ટ્‌સ બંધ કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે એટીએમની સંખ્યા પાછલા વર્ષે ૨,૦૭,૮૧૩થી ૧૦૭ વધીને આ વર્ષે ૨,૦૭,૯૨૦ થઈ છે, જેનાથી એ મતલબ થાય છે કે પીસીએવાળી બેંકોએ જે એટીએમ બંધ કર્યા છે, તેની બીજી બેંકોએ ભરપાઈ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY