કોર્ટનો અત્યાર સુધીનો સૌથી ઝડપી ચૂકાદો, દોષીને ૧૧ દિવસમાં આજીવન કેદની સજા

0
98

બેંગ્લુરુ,તા.૮
કર્ણાટકમાં ચિત્રદુર્ગની જીલ્લા કોર્ટે એક મામલામાં માત્ર ૧૧ દિસમાં જ નિર્ણય સંભળાવી ઈતિહાસ રચ્યો છે. ચિત્રદુર્ગ જીલ્લાના ચલ્લાકેરમાં ૭૫ વર્ષના એક વ્યક્તિએ ૬૫ વર્ષની પોતાની પત્નીની નિર્દયતાથી હત્યા કરી હતી. દોષી ચેન્નાબસૈયાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
મળતી માહિતી મુજબ, ચેન્નાબસૈયાને પોતાની પત્ની પર શક હતો કે તેના અન્ય વ્યક્તિ સાથે અવૈધ સંબંધ છે. આ કારણોસર તેણે ઘરમાં તમામ લોકો માટે આવવા-જવા પર મનાઈ ફરમાવી દીધી હતી. ૨૬ જૂનના રોજ સાંજે જ્યારે તે ઘર પર ન હતા, તો તેમના કેટલાક સંબંધી ઘરે આવ્યા. જ્યારે તેને આ વાતની ખબર પડી તો તે ગુસ્સે થઈ ગયો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્યારબાદ ૨૭ જૂને ફરી આ બાબતે પત્ની સાથેના ઝગડામાં તેણે પોતાની પત્ની પુતમ્માની હત્યા કરી દીધી.
પડોસીઓએ ઘરમાં પડતી બુમો સાંભળી પોલીસને સૂચના આપી. શરૂમાં ચેનમ્માની હત્યા બાબતે તે ના પાડતો રહ્યો, પરંતુ બાદમાં જ્યારે પોલીસ તપાસ થઈ તો તેણે બધુ જ કબુલી લીધુ. ૨૯ જૂને આ મામલામાં ચાર્જશિટ ફાઈલ કરવામાં આવી.
પોલીસની સાથે-સાથે અન્ય એજન્સિઓએ પણ આ કેસને ઉકેલવા માટે ઘણી મદદ કરી. કર્ણાટકની ફોરેંસિક લેબે માત્ર એક દિવસમાં જ પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપી દીધો, અને કોર્ટે ૭ જુલાઈએ દોશી ચેન્નાબસૈયાને આજીવન કેદની સજા સંભળાવી દીધી.
ચિત્રદુર્ગના પોલીસ અધિકારી જાશીએ કહ્યુ કે, હું ઘણો ખુશ છું કે આટલા ઓછા સમયમાં પીડિતને ન્યાય મળ્યો છે. હું મારી ટીમ અને ન્યાયાધિશને ધન્યવાદ આપુ છું. આ પોલીસની નહી પરંતુ ભારતીય ન્યાય વ્યવસ્થાની જીત થઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY