જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી અંકલેશ્વર ડીવીઝન વિસ્તારમાં બનતા ડી.પી ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ અંકલેશ્વર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલાનાઓની રાહબરી હેઠળ એલસીબી તથા એસઓજી તેમજ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસોના સ્પેશ્યલ સ્કોડની રચના કરવામાં આવેલ અને પો.ઇન્સ.પી.એન.પટેલ તથા પો.ઇન્સ જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્કોડના પો.સ.ઇ વાય.જી.ગઢવી ભરૂચ તથા કે.એમ.ચૌધરી ભરૂચ તથા પોલીસ માણસો ડી.પી ચોરીના ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતા તે દરમ્યાન અ.પો.કો સરફરાજભાઇ મહેબુબભાઇને તેઓના અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં ત્રણ મો.સા ઉપર કેટલાક ઇસમો ડી.પીમાં ઉપયોગ થતો કૉપર વાયર લઈ વેચવા સારૂ શંકમંદ હાલતમાં ફરી રહેલ છે જે મળેલ હકીકત આઘારે સ્કોડના પોલીસ માણસો તથા સ્થાનિક અંકલેશ્વર રૂરલ પો.સ્ટેના પોલીસ માણસો મારફતે વોચમાં રહેતા નીચે મુજબના આરોપીઓ તથા મુદામાલ મળી આવેલ છે.
આરોપીઓ :- (૧) યોગેશભાઇ વજીરભાઇ જાતે વસાવા ઉ.વ ૪૦ (૨) નિતેશભાઇ નટવરભાઇ મથુરભાઇ વસાવા ઉ.વ-૨૬ (૩) નિતેશ ઉર્ફે ચીયો અજીતભાઇ જાતે વસાવા ઉ.વ-૧૯ (૪) વિજયભાઇ બાબુભાઇ વસાવા ઉ.વ ૨૮ (૫) રોહનભાઇ જેસિંગભાઇ જાતે વસાવા ઉ.વ ૨૧ (૬) શૈલેષભાઇ મગનભાઇ જાતે વસાવા ઉ.વ ર૫ તમામ રહે.આલુંજ તા.અંકલેશ્વર જી.ભરૂચ ને પકડી પાડી તેઓના કબ્જા માંથી શંકાસ્પદ કોપર વાયર મળી આવતા તેઓ તમામની પુછપરછ કરતા તેઓ આજથી દશેક માસ અગાઉ આલુંજ ગામની સીમમાં આવેલ દ.ગુ.વિ.ક.લી.નુ વીજ ટ્રન્સફરમર તોડી તેમાથી ચોરી કરેલાનુ જણાવતા જે આઘારે ખાત્રી કરતા અંકલેશ્વર રૂરલ પો.સટે.ગુ.ર.નં.॥ ૫૩/૨૦૧૮ ધી ઇન્ડીયન ઇલેક્ટ્રીક સીટી એક્ટ કલમ ૧૩૬ (૧),૧૩૯,૧૪૦ મુજબનો ગુનો નોધાયેલ હોઈ જે ગુનાના કામે ઉપરોકત આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને પુછપરછ દરમ્યાન અન્ય વીજ ટ્રન્સફરમર તોડી ચોરી કરેલાનુ હકીકત જણાવેલ હોઈ જે બાબતે વધુ તપાસ હાથ ઘરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




