મુંબઈ,તા.૨
અભિનેતા રણવીર શોરીએ કહ્યું હતુંકે બોલિવૂડ સતત પોલિટિક્સથી ખદબદે છે. અહીં ખેલદિલી નામનો શબ્દ ક્્યાંય ગોત્યો નહીં જડે.
૨૦૦૭માં પૂજા ભટ્ટની ફિલ્મ એક છોટી સી લવ સ્ટોરીથી અભિનય કારકિર્દી શરૂ કરનારા રણવીર શોરીની આ પહેલી ફિલ્મ બોક્સ આૅફિસ પર બહુ ચાલી નહોતી પરંતુ એની અભિનેતા તરીકેની કારકિર્દી ચાલી નીકળી.
રણવીરે પૂજા ભટ્ટની જિસ્મ, દિબાકર બેનરજીની ખોસલા કા ઘૌસલા અને તાજેતરમાં રજૂ થયેલી તીતલી જેવી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે કામ કર્યું હતું. એમના કામને સમીક્ષકોએ બિરદાવ્યું પણ ખરું.
એક ઇન્ટરવ્યૂમાં એણે કહ્યું કે અહીં અંદર અંદર ભયંકર પોલિટિક્સ ખેલાતું હોય છે. દરેક ફિલ્મ સર્જકનો પોતાનો કેમ્પ અને એના ખુશામતિયા સાથીદારો હોય છે. તમે કોઇની ખુશામત ન કરી શકો તો તમને જલદી કામ મળે નહીં. અહીં કામ મેળવવા સ્વમાન ગિરવે મૂકવું પડે છે. બાકી મારા પિતા પણ ફિલ્મ નિર્માતા હતા એટલે હું અંદરની વાતોની જાણકારી રાખું છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



