વિક્રમ મલ્હોત્રા ૧૯૭૧ના ભારત-પાક વાર પર ફિલ્મ બનાવશે

0
6

મુંબઈ,તા.૭
ફિલ્મ સર્જક વિક્રમ મલ્હોત્રા ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ વિશે ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા હોવાની માહિતી મળી હતી. આ યુદ્ધ વખતે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ગામની મહિલાઓએ ભારતીય લશ્કરને મદદ કરવા દિવસ રાત મહેનત કરીને એર સ્ટ્રીપ તૈયાર કરી આપી હતી એ ઘટનાને આ ફિલ્મમાં મહ¥વ આપવાની સર્જકની ઇચ્છા છે. આમ કચ્છી મહિલાઓના પરિશ્રમને બિરદાવવાની આ ફિલ્મમાં યોજના છે. ભારતીય લશ્કરમાં આ ઘટના પર્લ હાર્બર આૅફ ઇન્ડિયાના હુલામણા નામે જાણીતી છે.
આ ફિલ્મને હાલ રનવે નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાની બોમ્બર વિમાનોએ જે કેટલીક એર સ્ટ્રીપ બોમ્બીંગ દ્વારા નષ્ટ કરી હતી એમાં માધાપરની એર સ્ટ્રીપનો પણ સમાવેશ થયો હતો. ભારતીય લશ્કર રાતોરાત આ એર સ્ટ્રીપ તૈયાર કરી શકે એવી સ્થિતિ નહોતી અને એર સ્ટ્રીપની અનિવાર્ય જરૃરિયાત હતી. માધાપર ગામના લોકોને આ વાતની જાણ થતાં પાકિસ્તાની
બોમ્બર વિમાનોથી ડર્યા વિના કચ્છી મહિલાઓએ યુદ્ધ ધોરણે કામ કરીને માત્ર બોતેર કલાકમાં આ એર સ્ટ્રીપ ફરી તૈયાર કરી આપી હતી. ત્રણસો ગ્રામજનો જેમાં મોટા ભાગની મહિલાઓ હતી એ તરત કામે લાગી ગઇ હતી અને યુદ્ધ ધોરણે એર સ્ટ્રીપ તૈયાર કરીને નિરાંતનો દમ લીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY