ગાંધીધામમાં ડબલ મર્ડર કેસ : કોર્ટે આરોપી મહિલાને ફાંસીની સજા સંભળાવી

0
98

ગાંધીનગર,
તા.૧૫/૦૩/૨૦૧૮

ગાંધીધામના સુંદરપુરમાં ૨૦૧૭માં થયેલી બેવડી હત્યા મામલે આજે કોર્ટે આરોપી મહિલા અને મૃતકની સગી બહેનને ફાંસીની સજા સંભળાવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં સથવારાવાસમાં રહેતાં રાજીબેન કસ્તુરભાઈ કુંવરીયા (ઉ.વ.૬૦) તથા આરતીબેન કુંવરિયા (ઉ.વ.૨૭) ઉપર નિદ્રાધીન હાલતમાં તેમની બીજી દીકરી મંજુબેને તલવારના ઘા ઝીંકી માતા અને બહેનની ઘાતકી હત્યા કરી નાખી હતી. એક સાથે બેવડી હત્યાના બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી ગઈ હતી. આ કેસમાં આજે ચુકાદો આપતાં ગાંધીધામ કોર્ટે આરોપી મંજુ કુંવરિયાને ફાંસીની સજા સંભળશવી છે.

શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં સથવારાવાસમાં રહેતાં કસ્તુરભાઈ નાનજી કુંવરિયા અને તેનો પરિવાર જૂના કપડાં વેચીને ગુજરાન ચલાવતો હતો. રાજીબેને ઘરકામ બાબતે પોતાની સૌથી નાની દીકરી એવી મંજુને ઠપકો આપ્યો હતો. દરમિયાન આ યુવતીએ સામે ગાળાગાળી કરતાં તેની માએ તેને થપ્પડ પણ મારી હતી. બાદમાં સૌ સૂઈ ગયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે મુળ સમી પાટણના કસ્તુરભાઈ બહાર ઓસરીમાં સૂતા હતા અને તેમનો પુત્ર વિજય, દીકરી તથશ આરોપી મંજુ અને બીજી દીકરી મધુબેન (ઉ.વ.૨૫), આરતી (ઉ.વ.૨૭) તથા તેમની પત્ની રાજીબેન ઘરમાં સુતા હતાં. પોતાને રાત્રે લાફો પડયો હોવાનો ખાર રાખી તેનો બદલો લેવા મંજુએ ઘરમાં રહેલી તલવારથી વહેલી સવારે ૫ વાગ્યાના અરસામાં પહેલા પોતાની મોટી બહેન આરતી અને મધુ ઉપર હમલો કર્યો હતો. નિદ્રાધીન બહેન ઉપર હમલો કરી તેમને લોહીલુહાણ કરી મંજુએ બાદમાં પોતાની માતા ઉપર પણ તલવારના ઘા ઝીંકવાનું ચાલું કર્યું હતું તેવામાં રાડારાડ થઈ જતાં તેનો ભાઈ જાગી ગયો હતો અને હત્યાનો આ ક્રૂર બનાવ સામે આવ્યો હતો.

લોહીથી લથબથ આ ત્રણેયને સારવાર માટે ખસેડાતા રાજીબેન અને આરતીને મૃત જાહેર કરાયા હતાં. જ્યારે બધુબેનને વધુ સારવાર અર્થે ખસેડાયા હતાં. હત્યાના આ ક્રુર બનાવને અંજામ આપ્યા બાદ આરોપી મંજુ તલવાર લઈને જ ઘરમાં બેઠી હતી અને કોઈને ઘરમાં આવવા દેતી નહોતી. આ બનાવમાં આજે ગાંધીધામ કોર્ટે ચુકાદો આપી મંજુને ફાંસીની સજા ફટકારી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY