પટેલ યુવાનના અંગદાનથી ત્રણ વ્યક્તિને મળ્યું નવજીવન

0
72
કંપનીમાં કામ કરતી વેળા ૩૧ વર્ષીય દક્ષેશ પટેલ દાઝી ગયો હતો
– તબીબે બ્રેઇનડેડ જાહેર કર્યો

ઇચ્છાપોરની કંપનીમાં કામ કરતી વેળા દાઝી ગયા બાદ બ્રેઇનડેડ જાહેર કરાયેલા લેઉઆ પાટીદાર યુવાનના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. મૂળ ખેડામાં સમાદરા ગામના વતની અને હાલ મગદલ્લા રોડ ઓ.એન.જી.સી. કોલોનીમાં રહેતા ૩૧ વર્ષીય દક્ષેશ પ્રવિણભાઇ પટેલ ગઇ તા. ૨જી સવારે ઇચ્છાપોર ખાતે ઓ.એન.જી.સી. કંપનીમાં ક્વોલિટી એન્ડ પ્રોસેસ કંટ્રોલ લેબોરેટરીમાં એવીએશન ટર્બાઇન ફ્યુલના ફિલ્ટરેશનની કામગીરી કરતા હતા. ત્યારે અચાનક તે મોંઢા અને શરીરના ભાગે દાઝી જતાં સારવાર માટે કંપનીની એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં ગઇ તા. ૭મીએ રોજ ન્યુરોફીજીશ્યન તબીબે તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. આ અંગે હોસ્પિટલના તબીબે ડોનેટ લાઇફના પ્રમુખ નિલેશ માંડલેવાલાને જાણ કરી હતી. અંગનું દાન આપવા તૈયારી દર્શાવતા અમદાવાદની હોસ્પિટલની તબીબની ટીમ સુરત આવી હતી અને તેમણે તેમનું કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની અમદાવાદના ચંદ્રવદન ભીખાલાલ શાહ (ઉ.વ. ૫૬) જ્યારે બીજી કિડની અમદાવાદના હર્ષદ ઝવેરભાઇ ચાંદપરા (ઉ.વ. ૩૯)માં અને લિવર અંજારના સુનિલ રમેશચંદ્ર શેઠ (ઉ.વ. ૫૦)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY