મેટ્રો ટ્રેનના મોકઅપ ચોક મુદ્રા પોર્ટ પહોંચ્યા,બે ત્રણ દિવસમાં અમદાવાદ પહોંચશે

0
14

અમદાવાદ,તા.૨૯
આગામી જાન્યુઆરી મહિનાથી અમદાવાદમાં મેટ્રોની ટ્રાયલ શરૂ થવાની છે. ત્યારે આ મેટ્રોનો કોચ કેવો હશે. તેના ડમી કોચનું ગુજરાતમાં આગમન થઈ ગયુ છે. મુંદ્રા પોર્ટ ખાતે મેટ્રો ટ્રેનના મોકઅપ ચોક પહોંચ્યા હતા. જેને વિશાળ ટ્રક દ્વારા આગમી બેથી ત્રણ દિવસમાં અમદાવાદમાં લાવવામાં આવશે. અને તેને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિસ્પલે માટે મુકવામાં આવશે.
અમદાવાદમાં મેટ્રો રેલનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. મેટ્રો રેલના છ કિલોમીટરના વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો રૂટ ચાલુ વર્ષના અંત સુધીમાં ચાલુ થઇ જશે. ગાંધીનગર અને અમદાવાદ માટે મેટ્રો લિંક કંપની લિમિટેડ (મેગા)ને ભારત સરકાર દ્વારા છેલ્લાં બે વર્ષ દરમ્યાન શેર ફાળા પેટે રૂ.૩પ૧.ર૧ કરોડની રકમ ફાળવણી કરવામાં આવી છે.
વર્ષ ર૦૧પમાં કેન્દ્ર તરફથી રૂ.૧૦૦ કરોડ આપવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ ર૦૧૬માં કેન્દ્ર તરફથી રૂ.રપ૧.ર૧ કરોડની રકમ સાથે રૂ.૩પ૧.ર૧ કરોડની ફાળવણી કરાઇ છે. વીરમગામના ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલના એક પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યપ્રધાન શહેરી વિકાસ દ્વારા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમ્યાન લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન માટે વર્ષ ર૦૧પ-ર૦૧૬માં કામગીરીના ભાગરૂપે રૂ.૧૩૦૦ કરોડથી વધુની રકમનો ખર્ચ થઇ ચૂક્્યો છે. શરૂઆતના તબક્કે જ આટલી મોટી રકમનો ખર્ચ કરાયો છે. મેટ્રો ટ્રેન પાછળ રાજ્ય દ્વારા રૂ.ર૭૧૭ કરોડ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૧૯૯૦ કરોડનું રોકાણ કરવામાં આવશે.
છેલ્લાં બે વર્ષ દરમિયાન મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે રૂ.૪૦૭.૧૮ અને રૂ.૯૪૬.૮૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેનની કામગીરી તબક્કાવાર હાથ ધરાઇ છે. જેમાં પહેલો તબક્કો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. રાજ્ય સરકાર જે ર૭૧૭ કરોડનું મૂડી રોકાણ કરશે તેમાં શેર ફાળો રૂ.૧૪૧ર કરોડ અને ૧૩૦પ કરોડ સબ ઓર્ડિનેટ ડેબ્ટ તરીકે ગણાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY