ચેકિંગને બહાને બે ગઠિયા રૂ. છ લાખના દાગીના ચોરી કરી ફરાર

0
28

નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ,તા.૩
શહેરના સીજી રોડ પર આવેલા જવેલર્સના ડિલિવરી બોયને બે શખસોએ રોકી ૧૫ ઓગસ્ટના ચેકિંગને બહાને રૂ છ લાખના દાગીના ચોરી કરી ફરાર થયા હોવાનો બનાવ બન્યો છે. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજોના આધારે આરોપીઓની તપાસ હાથ ધરી છે. પાંજરાપોળમાં વેપારીના ઘરમાંથી ઘરઘાટી રૂ.૧.૩૨ લાખની ચોરી કરી ફરાર થતાં એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા અવધ પાર્ક લેન્ડમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલ સીજી રોડ પર આવેલા સુપર મોલમાં શ્રદ્ધા એઈસંગ હોલમાર્ક સેન્ટરના નામે સોનાના દાગીનાને હોલમાર્ક કરી આપવાનો વ્યવસાય કરે છે. તેમની દુકાને સાત જેટલા લોકો કામ કરે છે.
અસારવાની જૂની ખોડીદાસની ચાલીમાં રહેતા કનુસિંહ ચાવડા મહેન્દ્રભાઈના ત્યાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. હોલમાર્ક માટે આવેલા ૬૫૧ ગ્રામના સોનાના દાગીનાને હોલમાર્ક કરીને ગઈ કાલે ડિલિવરી બોય કનુસિંહ ચાવડા બે અલગ અલગ ડબ્બામાં પેક કરીને થેલામાં મૂકીને સીજી રોડ પર આવેલા પંચરત્ન જવેલ્સમાં પહોંચાડવા માટે આપ્યા હતા.
બોક્સ બાબતે કનુસિંહને પૂછતાં તેઓ બોડીલાઈન ચાર રસ્તા પાસે તેઓ પહોંચ્યા ત્યારે એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવીને ૧૫ ઓગસ્ટનું ચેકિંગ ચાલે છે, તારા થેલા ડ્રગ્સ હોવાની શંકા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY