વાશિંગ્ટન,તા.૧૩
અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ૨૪ જૂને ભારતની યાત્રા પર આવશે. આ પહેલાં તેણે ભાજપના ચૂંટણી સ્લોગન ‘મોદી હૈ તો મુમકિન હૈ’નો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી જયશંકર પ્રસાદના વખાણ કર્યા હતા. ભારત-અમેરિકા વેપાર પરિષદની બેઠકમાં પોમ્પિયોએ કહ્યું કે, હું જાવા માગું છું કે મોદી બંને દેશોના સંબંધ વધારે મજબુત કેવી રીતે બનાવે છે. પોતાના સમકક્ષ જયશંકરને મળવા માટે ઉત્સાહિ છું. તેઓ એક મજબુત સાથી છે. પોમ્પિયોની પહેલી ભારત મુલાકાત ૨૮ અને ૨૯ જૂને જી-૨૦ સમિટ પહેલાં થશે. આ દરમિયાન મોદી-ટ્રમ્પની મુલાકાત વિશે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પોમ્પિયોએ કહ્યું અમે ભારતની નવી સરકાર સાથે વાતચીત ચાલુ રાખીશું. મોદીએ તેમના ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું- ‘મોદી હૈ તો મુમકિન હૈ’. હવે જાવાનું એ છે કે, તેઓ દુનિયા સાથેના સંબંધો અને ભારતની જનતા સાથે કરેલા વાયદાઓને કેવી રીતે શકિય બનાવે છે. આશા છે કે, તેઓ અમેરિકા સાથેના સંબંધો વધારે મજબુત કરશે. ભારત યાત્રા દરમિયાન ટ્રમ્પ પ્રશાસનના મહત્વના એજન્ડા વિશે વાતચીત થશે.
મને ભારતના ચૂંટણી પરિણામથી આશ્ચર્ય નથી થયું. પરંતુ હું જાણતો હતો કે, મોદી નવી પદ્ધતિસરના નેતા છે. તેમણે એક રાજ્યને ૧૩ વર્ષ આપ્યા છે. ચા વાળાના દીકરા છે અને ગરીબથી ગરીબ વ્યકિતનો વિકાસ તેમની પ્રાથમિકતામાં છે. તેમણે ભારતના કરોડો ઘરમાં વીજળી અને ગેસ પહોંચાડવાનું કામ કર્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


