ન્યુ દિલ્હી,તા.૩૧
અમરનાથા યાત્રા પર સતત તોળાતી આતંકવાદી હુમલાની દહેશત પણ બાબા બર્ફાનીના ભક્તોને ડગાવી શકી નથી.
આ વર્ષે તો આતંકવાદીઓ હુમલો કરવાના હોવાની સજ્જડ બાતમી સુરક્ષા એજન્સીઓને મળી હતી.આમ છતા અમરનાથ યાત્રા કરનારા ભાવિકોની સંખ્યામાં ઓટ આવી નથી. હજી આ યાત્રામાં ચાર સપ્તાહ બાકી છે ત્યારે લોકોનો દર્શન માટે ધસારો યથવાત છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આ વર્ષે અમરનાથ યાત્રિકોની સંખ્યા અગાઉના બે વર્ષના આંકડાને વટાવી ગઈ છે. સોમવારે યાત્રાના ૩૩મા દિવસે ૨.૬૦ લાખ કરતા વધારે ભાવિકો અમરનાથના દર્શન કરી ચુક્્યા છે.આ વર્ષે ભાવિકોનો આંકડો ૩ લાખને વટાવી જાય તેવી શક્્યતા છે.
ગત વર્ષે આખી યાત્રા દરમિયાન ૨.૬૦ લાખ લોકોએ દર્શન કર્યા હતા.જ્યારે ૨૦૧૬માં ૨.૨ લાખ લોકોએ અમરનાથની યાત્રા કરી હતી.
જાકે જે રીતે ભાવિકોની ભીડ વધી છે અને ગરમીના કારણે શિવલિંગ પીગળવાની ઝડપ વધી રહી છે તેના કારણે અમરનાથ બોર્ડ અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે આગામી વર્ષથી આ યાત્રાને એક મહિના માટે કરવાની વિચારણા શરુ કરી છે.જાકે આ પ્રકારના નિર્ણય લેવાની હિલચાલનો ભાજપ અગાઉ વિરોધ કરી ચુક્્યુ છે.ઉપરાંત ધાર્મિક ભાવનાને જાતા આ પ્રકારનો નિર્ણય લેવો આસાન નહી હોય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


