નવીદિલ્હી, તા. ૩૧
સંસદમાં એનઆરસીના મુદ્દે આજે ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ જોરદાર ધાંધલ ધમાલ મચાવી હતી જેના પરિણામ સ્વરુપે ગૃહની કામગીરી મોકૂફ કરવામાં આવી હતી. જો કે, આને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જારી રહ્યો હતો. કેટલાક વિરોધ પક્ષોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ધાંધલ ધમાલના દોર વચ્ચે અમિત શાહને લઇને પણ હોબાળો કરવામાં આવ્યો હતો. સાંસદોએ જ્યારે જોરદાર ધાંધલ ધમાલ મચાવી ત્યારે કામગીરી મોકૂફ કરવામાં આવી હતી. કોંગ્રેસ સભ્યો ધાંધલ ધમાલ કરીને અધ્યક્ષની ચેર સુધી પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં કોઇનો અવાજ સંભળાઈ રહ્યો ન હતો. ભારે ધાંધલ ધમાલ વચ્ચે ચેરમેને રાજ્યસભાની કાર્યવાહી પહેલા ૧૦ મિનિટ માટે મોકૂફ કરી હતી. બીજી વખત કામગીરી શરૂ થઇ ત્યારે પણ સ્થિતિ યથાવત રહી હતી. ત્યારબાદ ચેરમેને દિવસભર માટે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


