હવે અમૃત વ્યર્થ ન થાય

0
218

મોનસુનના વાદળ સમગ્ર ભારતમાં છવાઇ ગયા છે. પોતાના નિર્ધારિત સમય કરતા ૧૭ દિવસ પહેલા મોનુસને આ વખતે સમગ્ર દેશને કવર કરી લેતા નવી આશા જાગી છે. દેશના કેટલાક ભાગોમાં ધોરમાર વરસાદ પડી રહ્યો છે. દરિયાઇ કિનારાથી લઇને હિમાલયની પહાડીઓ સુધી ભારે વરસાદ થઇ રહ્યો છે. મોનસુનનો વરસાદ કેટલાક રાજ્યોમાં નુકસાન પણ પહોંચાડતા તંત્ર સાવધાન છે. પૂર્વોતરથી લઇને જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડથી રાજસ્થાન સુધી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે નદી નાળા ફરી એકવાર છળકાઇ ગયા છે. જાનમાલનુ પણ નુકસાન થઇ રહ્યુ છે. આસમાનથી વરસનાર સોનુ અથવા તો અમૃત કરોડો લોકો માટે આફત સમાન પણ છે. જાનમાલનુ તો નુકસાન થઇ રહ્યુ છે સાથે સાથે અબજા ક્યુસેક પાણી દરિયામાં વ્યર્થ જઇ રહ્યુ છે. આંકડા પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે સંગ્રહના અભાવથી અમે આશરે ૬૫ ટકા વરસાદી પાણીનો ઉપયોગ કરી શકતા નથી. જ્યારે આંકડા પર નજર કરવામાં આવે તો વિશ્વભરમાં દક્ષિણ અમેરિકા બાદ સૌથી વધારે વરસાદ ભારતમાં થાય છે. સરકારોએ વરસાદી જળના સંગ્રહ માટે ક્યારેય પણ રસ દર્શાવ્યો નથી. નવા બંધનુ નિર્માણ હોય કે પછી નદી જાડવા સાથે સંબંધિત યોજના હોય દરેક મોરચે નિષ્ફળતા મળી રહી છે. મોટા ભાગની યોજના કાગળ સુધી મર્યાદિત રહી જાય છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીના સમય મોટા મોટા વચન આપે છે. મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ તેમાં નિષ્ફળતા મળતી નથી. સત્તામાં આવ્યા બાદ હજારો કરોડ રૂપિયાની જાગવાઇ પણ કરવામાં આવે છે પરંતુ તેમાંથી કેટલીક ગણતરીની યોજનાને બાદ કરતા કોઇ યોજના અમલી થતી દેખાતી નથી. જા નદીઓે જાડી દેવામાં આવે તો પુરગ્રસ્ત ક્ષેત્રોમાં નવા બંધ બનાવીને વરસાદી જળ બચાવી શકાય છે. આના કારણે વીજળી, પાણી અને સિચાઇના ક્ષેત્રમાં ફાયદો થાય છે. આના કારણે આ તમામ ક્ષેત્રે આત્મનિર્ભર બનવામાં મદદ મળી શકે છે. સાથે સાથે જળ પરિવહનના સાધન મજબુત બની શકે છે. જેથી દેશમાં ચીજવસ્તુઓને એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જવામાં સરળતા મળી શકે છે. સરકારોની પ્રાથમિકતામાં આ બાબત હજુ સુધી દેખાઇ રહી નથી. તેમને તો બુલેટ ટ્રેન અને ફ્રેટ કોરિડોરમાં વધારે લાભ દેખાઇ રહ્યો છે. આ પ્રોજેક્ટમાં લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જા આ જ રકમ જળ સંગ્રહ પર ખર્ચ કરવામાં આવે તો પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે. ભૂગર્ભ જળની સપાટી પણ નીચે જશે નહી. બંધમાં માટી ભરાઇ જવાની Âસ્થતીમાં કેટલીક સમસ્યા હોય છે પરંતુ આના કારણે આ સમસ્યા દુર થશે. ગંગા અને યમુના નદીઓને સ્વચ્છ બનાવવા પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. આ નદીઓને સ્વચ્છ કરવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. છતાં ૯૦ ટકા લોકો પ્રદુષિત પાણી પીવા માટે મજબુર દેખાઇ રહ્યા છે. કુદરતે મોનસુન તરીકે જળનુ વરદાન આપ્યુ છે. વરસાદી પાણીના સંગ્રહ માટેના પ્રયાસ જરૂરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY