બાવળા ખાતે ચારધામ યાત્રા પુર્ણ કરી આવેલા માતા પિતાનુ સામૈયુ કરી પુજન કરાયુ

0
26

વાસુકિયા પરીવાર તથા સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

સનાતન ધર્મમાં ચાર ધામની યાત્રા નું ખૂબ મહત્વ છે. કહેવાય છે કે દરેક વ્યક્તિએ જીવનમાં એક વાર ચાર ધામની યાત્રા જરૂર કરવી જોઈએ. પાણશીણા ગામના વતની અને હાલ બાવળા નિવાસ કરતા બાબુભાઈ કાનજીભાઈ વાસુકિયા અને ઈલાબેન બાબુભાઈ વાસુકિયા ચારધામ, બાર જ્યોતિર્લિંગ, નેપાળ સહિતના તીર્થધામોની યાત્રા પુર્ણ કરી રવીવારે બાવળા આવ્યા હતા.  વાસુકિયા પરીવાર તથા નીલકંઠ પાર્ક, શ્યામ પાર્કના રહીશો દ્વારા તેમનુ સામૈયુ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચારધામ યાત્રા પુર્ણ કરી ઘરે આવેલા માતા પિતાની આરતી ઉતારી પુત્ર નીલકંઠભાઈ, ગૌરવભાઇ તથા પુત્ર વધુ વંદનાબેન, હેતલબેન દ્વારા પુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધનજીભાઇ વાસુકિયા, ગીતાબેન, ભાર્ગવ, શિવાંશ, નિયતી ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવતી ટ્રાવેલ્સ બોટાદ દ્વારા દર વર્ષે ચારધામ યાત્રાનુ આયોજન કરવામાં આવે છે. ભારતના ચાર ધામ દેશના ચાર ખૂણાઓમાં સ્થિત છે. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વરમ, પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકા. આદિ શંકરાચાર્યએ ચાર ધામની યાત્રાનું મહત્વ લોકો સમક્ષ મૂક્યુ હતું. જે સમયે હિન્દુ ધર્મ પોતાની ગરિમા ગુમાવી રહ્યું હતું તથા અન્ય ધર્મ હિન્દુ ધર્મનો નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તે સમયે આદિ શંકરાચાર્યએ સનાતન ધર્મની પ્રતિષ્ઠા હેતુ ભારતના ચાર ક્ષેત્રમાં ચાર મઠની સ્થાપના કરી તથા ચાર ધામ અને 12 જ્યોતિર્લિંગ સૂચિત કર્યા હતાં અને આ તીર્થ સ્થાનોની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમનો ઉદ્દેશ્ય હતો કે હિન્દુ ધર્મના લોકો પોતાના ધર્મ વિશે જાણે અને દેશના વિવિધ ભાગોમાં રહેતા લોકો ભારતની વિવિધતામાં એકતાનો ભાવ લઈને ભારતીય સંસ્કૃતિ વિશે જાણી શકે. પુરાણો મુજબ આ ચારેય ધામ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની આરાધના કરવાના સ્થળ છે અને દેશની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલા છે. હિન્દુ માન્યતાઓ મુજબ આ ચાર ધામની યાત્રા કરવાથી મનુષ્યના બધાં જ પાપ નષ્ટ થાય છે અને મૃત્યુ બાદ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY