દેશની પ્રથમ એન્જિન લેસ ટ્રેન ૧૮નું આજે મુરાદાબાદથી બરેલીની વચ્ચે ટ્રાયલ રન કરાશે

0
16

લખનૌ,તા.૧૬
દેશની પ્રથમ એન્જિન લેસ ટ્રેન ૧૮ શુક્રવારે મુરાદાબાદ પહોંચી છે. આ ટ્રેનનું શનિવારે બરેલીથી મુરાદાબાદની વચ્ચે પ્રથમ ટ્રાયલ રન કરવામાં આવશે. સંશોધન ડિઝાઇન અને ધોરણો સંસ્થા RDSOની ટીમ ટ્રાયલ રન માટે મુરાદાબાદ પોહચી છે.
– આ ટ્રેનમાં સેલ્ફ પ્રોપલ્શ મોડ્યૂલ છે, જે કારણે આ ટ્રેન ૧૬૦ KM પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે.
– વગર એન્જિનની આ ટ્રનમાં ૧૬ કોચ છે. આ ટ્રેનથી યાત્રા કરવા પર શતાબ્દીથી લાગનાર સમયમાં ૧૫ ટકાનો ઘટાડો થશે.
– આ ટ્રેનને ચેન્નાઈમાં ઇન્ટિગ્રેલ કોચ ફેક્ટરીમાં ૧૮ મહિનામાં બનાવવામાં આવી છે. આ ટ્રેનને ફુલી એસી ટ્રેન ડબ્બાઓને એવા ડિઝાઈન કરવામાં આવ્યા છે કે, જેથી પેસેન્જર્સને ડ્રાઈવરની કેબિન પણ દેખાશે.
– આ ટ્રેન બનાવવા માટે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે ભારતીય રેલવેના ઇન્ટિગ્રેલ કોચ ફેક્ટરીના જનરલ મેનજર સુધાંશુ મણીએ જણાવ્યું કે પ્રોટાટાઈપના આગામી ઉત્પાદનમાં ઓછો ખર્ચ થશે.
– આ ટ્રેનનું નામ એટલા માટે ૧૮ રાખવામાં આવ્યું છે કારણ કે તેને ૨૦૧૮માં લોન્ચ કરવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY