જાતીય દુરાચારનો ભોગ બનેલ મહિલાઓની વાત સાંભળવી જાઈએ : અનિલ કપૂર

0
13

મુંબઈ,તા.૧૩
સિનિયર અભિનેતા અનિલ કપૂરે કહ્યું હતું કે જે મહિલાઓ જાતીય દુરાચારનો ભોગ બની છે એેમની વાત સહાનુભૂતિથી સાંભળવી જાઇએ અને ફરી એવું ન બને એની તકેદારી રાખવી જાઇએ.
અનિલે મલકતા ચહેરે કહ્યું, ‘મારા ઘરમાં તો મહિલારાજ છે. ત્રણ ત્રણ મહિલા-પત્ની સુનીતા અને બે પુત્રી સોનમ તથા રિયા મારા પર રાજ કરે છે. એ લોકો જે કહે તે હું સાંભળતો રહું છુ અને એમ માનું છું કે દુનિયાએ આ શોષિત પીડિત મહિલાઓને સાંભળવી જાઇએ. મારો અંગત અભિપ્રાય એવો છે કે મહિલાઓ આપણા કરતાં ચઢિયાતી છે અને એમનું માન-સમ્માન કોઇ પણ રીતે જળવાવું જાઇએ. હું કાયમ આ વાત કરતો રહ્યો છું. એ લોકો ખરેખર ફેન્ટાસ્ટિક છે.’
ગયા વરસે હોલિવૂડમાં ટોચના ફિલ્મ સર્જક હાર્વે વાઇન્સ્ટાઇન સામે શરૃ થયેલા મી ટુ આંદોલનની અસર બોલિવૂડમાં થઇ હોય એમ છેલ્લા પંદરેક દિવસથી એક પછી એક અભિનેત્રી પોતાની સાથે થયેલા જાતીય દુરાચારની વાતો કરતી થઇ છે અને સિનિયર કલાકારો નાના પાટેકર, આલોક નાથ, રજત કપૂરથી માંડીને માતબર ફિલ્મ સર્જકો સુભાષ ઘાઇ, કરીમ મોરાની અને ડાયરેક્ટર્સ વિકાસ બહલ તથા સાજિદ ખાન જેવા સામે દુરાચારના આક્ષેપો થયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY