મન્નાન વાની કાશ્મીરમાં યુવાનોની આતંકીઓ તરીકે ભરતી કરવાનો માસ્ટરમાઈન્ડ હતો

0
7

ન્યુ દિલ્હી,તા.૧૩
અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી રડ્ઢનો અભ્યાસ છોડીને આતંકવાદી બનનાર કાશ્મીરી વિદ્યાર્થી મન્નાન વાની સુરક્ષાદળોના હાથે મોતને ઘાટ ઉતર્યા બાદ તેને લઈને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
સુરક્ષા એજન્સીઓના કહેવા પ્રમાણે વાની કાશ્મીરમાં યુવાનોની આતંકવાદીઓ તરીકે ભરતી કરવાની યોજનાનો માસ્ટરમાઈન્ડ હતો. કેટલીય વખત તેના મિત્રોએ તેને આતંકવાદનો રસ્તો છોડવા માટે અપીલ કરી હતી પણ તે માન્યો નહોતો.તે પોતાના ભણતર અને ક્ષમતાનો ઉપયોગ કાશ્મીરના યુવાઓને આતંકના રસ્તા પર ધકેલવા માટે કરી રહ્યો હતો.
એક અધિકારીના કહેવા પ્રમાણે છસ્ેંમાંથી ગાયબ થયા બાદ સોશ્યલ મીડિયા પર હથિયારો સાથેની તેની તસવીર સામે આવી હતી. એ પછી મન્નાન વાનીને સંખ્યાબંધ અપીલ કરવામાં આવી હતી. જાકે વાનીએ યુવાઓ સમક્ષ આઝાદી માટે હિંસાને વ્યાજબી ઠેરવવાનુ ચાલુ રાખ્યુ હતુ.વહાબી વિચારો પર વાનીની પકડ હતી.તેનો ઉપયોગ તે યુવાઓને ભડકાવવા માટે કરતો હતો.
એજન્સીઓના કહેવા પ્રમાણે વાની જેવા આતંકવાદીઓ સુરક્ષાદળો પર સીધો હુમલો કરનારા આતંકવાદીઓ કરતા વધારે ખતરનાક હોય છે. જેઓ બીજાને આતંકવાદ તરફ વાળતા હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY