ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી આગામી મકરસંક્રાંતિ તહેવાર અનુસંધાને જીલ્લામા દારૂ વેચાણની ગે.કા.પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા ડ્રાઇવ રાખવામા આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. કે.જે.ધડુક નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. વાય.જી.ગઢવી તથા પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તેમજ ટીમના પોલીસ માંણસો અંક્લેશ્વર ડીવીઝન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ઝઘડીયા તાલુકાના ધારોલી ગામે તળાવ ફળીયા મા રહેતા દયારામ ઉર્ફે દેવો દલપતભાઇ વસાવા નાએ ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવી ઝઘડીયા તાલુકાના આંબોસ ગામની સીમમાં આંબોસ વગામા આવેલ શૈલેષભાઇ જશુભાઇ પટેલ રહે-ધારોલી તા-ઝઘડીયાના શેરડીનું વાવેતર કરેલ ખેતરમા સંતાડેલ છે જે મળેલ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ પ્રોહી.ગુના અંગે રેડ કરતા ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ની ૧૮૦ મી.લી ની કુલ બોટલ નંગ-૭૨૦ કી.રૂ. ૭૨,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરવામા આવેલ છે અને આરોપીઓ દયારામ ઉર્ફે દેવો દલપતભાઇ વસાવા રહે-ધારોલી તા-ઝઘડીયા – તથા શૈલેષભાઇ જશુભાઇ પટેલ રહે-ધારોલી તા-ઝઘડીયા નાઓને વોન્ટેડ જાહેર કરી બન્ને વિરૂધ્ધ ઝઘડીયા પો.સ્ટે. મા ગુનો રજી.કરાવવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




