તા.૧૬ અને ૧૭ દરમિયાન ડાંગના રમતવીરો કૌવત દર્શાવશે
આહવા, તા.૧૪
આહવા ખાતે પ્રતિવર્ષ યોજાતા ડાંગ દરબારના ભાતિગળ લોકમેળા દરમિયાન ડાંગ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલમ્પિક્સનું પણ આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે તા.૧૭ અને ૧૮ માર્ચ, ૨૦૧૯નાં દિવસો દરમિયાન આહવા ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર ગ્રામીણ ઓલમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રમતોત્સવમાં ૧૬ વર્ષ સુધીની વયજુથના શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ માટેની કુલ સાત રમતો સહિત ૧૬ વર્ષથી ઉપરની વયજુથના યુવક/યુવતિઓ માટે અન્ય સાત રમતોનું આયોજન કરાયુ છે. આ ઉપરાંત ખાસ મહિલાઓ માટે ત્રણ રમતો પણ આયોજિત કરવામાં આવી છે.
આહવાના આ ગ્રામીણ ઓલમ્પિક્સનું ઉદ્ઘાટન તા.૧૭/૩/ર૦૧૯નાં રોજ સવારે ૧૦ વાગ્યે ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોરના હસ્તે કરાશે. આ વેળા મુખ્ય મહેમાન તરીકે ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા તથા પોલીસ અધિક્ષક શ્રીમતી શ્વેતા શ્રીમાળી ઉપસ્થિત રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




