મુંબઈ,તા.૧૫
ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’ રિલીઝ થઇ ચૂકી છે. સાંભળવા મળ્યું છે કે, ઝોયા હવે ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની સિક્વલ પ્લાન કરશે. આ ફિલ્મના પહેલા પાર્ટમાં હ્રિતિક રોશન, અભય દેઓલ, ફરહાન અખ્તર, કેટરિના કૈફ અને કલ્કીએ કામ કર્યું હતું. ફિલ્મ સુપરહિટ રહી હતી. ત્યારથી જ ફિલ્મની સિક્વલની વાતો ચાલી રહી છે. તાજેતરમાં જ ઝોયાએ કહ્યું પણ ખરું કે, તે આ ફિલ્મની સિક્વલમાં રસ ધરાવે છે પણ તેને હજુ સુધી કોઈ સ્ક્રિપ્ટ મળી નથી.
ઝોયા અખ્તર ‘જિંદગી ના મિલેગી દોબારા’, ‘દિલ ધડકને દો’, ‘તલાશ’ અને ‘ગલી બોય ‘જેવી હિટ ફિલ્મોની ડિરેક્ટર અને સ્ક્રીન રાઇટર રહી ચૂકી છે. આ ઉપરાંત એણે ‘બોમ્બે ટોકિઝ’ અને નેટફિલક્સ ઓરિજિનલ મુવી ‘લસ્ટ સ્ટોરીઝ’ની એક-એક શોર્ટ ફિલ્મ પણ ડિરેક્ટ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




