શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ
અંકલેશ્વર, તા.૧૫
કાશ્મીરના પુલવામા ખાતે ધ્રૃણાસ્પદ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પવા માટે ગુરૂવારે રાત્રે ભરૂચ જિલલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાત્રે સાડા દસ કલાકે કોîગ્રેસ કાર્યાલયથી પાંચબત્તી સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રદેશ કોîગ્રેસ ઉપપ્રમુખ યુનુસ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધ્રુતા રાવલ સહિત કોîગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે આ અત્યંત દુઃકદ ઘટના છે. અમે શહીદોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. તેમજ આ ઘટનામાં શહીદ થયેલા પરિવારો સાથે અમારી સંવેદના અને સહાનુભૂતિ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




