
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમાનાઓની સુચના મુજબ ભરૂચ એલ.સી.બીના ઈંચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ધડુક નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામા દારૂ તેમજ જુગારની પ્રવૃતિ અટકાવવા માટે એલ.સી.બીના પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી આધારે અંક્લેશ્વર વિપીન પાર્ક સોસાયટીના નાકે વોચમાં રહી ભારતીય બૈનાવટ ના વિદેશી દારૂ ની હેરફેરી કરતા (૧)વિરલભાઇ વિજયભાઇ પરમાર રહે, બી/૧૫૮ જનકવાટીકા સોસાયટી અંક્લેશ્વર (૨)રાકેશકુમાર કરશનભાઇ પરમાર રહે.શેરા ગામ તા.હાંસોટનાઓને મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડીઝાયર ગાડી નં.જીજે.16 સીએચ- 2389 માં ભારતીય બનાવટના વિદેશી બોટલ નં-૨૩ કિ.રૂ. ૧૧૯૬૦/-તથા બે મોબાઈલ ફોનની કિ.રૂ. ૧૧૦૦૦/- તથા ગાડીની કિ.રૂ.૬,૦.૦૦૦/- સાથે કુલ મુદ્દામાલ ૬,૨૨,૯૬૦/-સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





