લગ્નના ૨૦ દિવસમાં યુવતી બની વિધવા
સુરત,તા.૧૭
લગ્ન બાદ લોકો હનીમૂન માટે જતા હોય છે અને આનંદભેર પરત ફરતા હોય છે. પરંતુ સુરતનું નવયુગત લગ્નબાદ હનીમૂન માટે ગયું અને પરત ફર્યા હતા. ચાર દિવસમાં જ આ યુવગ ખંડીત થઇ ગયાની દુઃખદ ઘટના બની છે. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.આ ઉક્તિને બિલકુલ સાર્થક કરતી ઘટના બનવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ ખાંભાના સુરત રહેતા જૈન યુવકના લગ્ન સાવરકુંડલાની કન્યા સાથે થયેલ. લગ્ન બાદ તેઓ મહાબળેશ્વર હનીમૂનમા ગયેલ. જયાં યુવકને અનાયાસે ઝેરી જીવડું કરડી જતા સુરત પરત આવી સારવાર લીધેલી હતી. પરંતુ ચાર દિવસની સારવાર બાદ યુવકનું મૃત્યું થતા બંને પરિવારોમાં શોક વ્યાપી ગયો હતો.
આશરે ૨૦ દિવસ પહેલા સુરત નિવાસી (ખાંભાવાળા) યોગેશભાઇ લાખાણીના પુત્ર હર્ષલના લગ્ન સાવરકુંડલાના જૈન સમાજના ભુપેશ હિંમતભાઈ મહેતાની પુત્રી મેઘા સાથે થયા હતા. તા.૨૬ જાન્યુઆરીના રોજ લગ્ન બાદ આ કપલ મહાબળેશ્વર સાત દિવસની ટુરમાં ગયા હતા. આ સમય દરમ્યાન યુવકને અનાયાસે કોઈ ઝેરી જીવડું કરડી જતા બંને જણા સુરત ખાતે પરત ર્ફ્યા અને સુરત ચાર દિવસની સારવાર લીધા બાદ સફ્ળતા ન મળી.યુવકનાં સમગ્ર શરીરમાં ઝેરી ઇન્ફેક્શન ફેલાઈ ગયું અને બંને કિડનીઓ ફેઇલ થઈ જવાના કારણે પરિણામે યુવકનું મૃત્યુ થયું.
આ કરૂણ ઘટનાને કારણે બંને પરિવારો શોકમગ્ન બની ગયા છે. સાવરકુંડલાની કોડભરી કન્યા ૨૦ દિવસમા જ વિધવા બનતા ઘેરા શોકમાં ગરકાવ થઈ ગઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





