મુંબઈ,તા.૫
મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે હું પ્રેગનન્ટ નથી. આ અંગે પ્રગટ થયેલા અહેવાલો સાચા નથી. મને તો નવાઇ લાગે છે કે હું પ્રેગનન્ટ હોવાના સમાચાર મિડિયામેન કિયાથી ઉપાડી લાવ્યા ? ‘કેવી નવાઇની વાત છે, બોલો ! હું પ્રેગનન્ટ હોઉં અને મને ખબર ન હોય પરંતુ મિડિયાને ખબર પડી જાય. કોણ જાણે મિડિયા મેન આવી વાતો કિયાથી લઇ આવે છે !’ એમ એણે ઝીરો ફિલ્મના પ્રમોશન દરમિયાન કહ્યું હતું.
હકીકતમાં તાજેતરમાં એક ઘટના એવી બની હતી જેમાં અંગદ બેદી અને નેહા ધૂપિયા રાતોરાત પરણી ગયેલાં કારણ કે નેહા પ્રેગનન્ટ થઇ ગયેલી. બંને લાંબા સમયથી ડેટિંગ કરતા હતા.
આ ઘટના બન્યા પછી કોઇ ગોસિપ કાલમિસ્ટે એવા સમાચાર પ્રગટ કર્યા હતા કે અનુષ્કાને સારા દિવસો જાય છે એટલે હાલ બહુ પરિશ્રમ કરતી નથી. ઝીરોના પ્રમોશન દરમિયાન એક પત્રકારે અનુષ્કાને આ અંગે સવાલ પૂછ્યો હતો ત્યારે અનુષ્કાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હું પ્રેગનન્ટ નથી ભૈ, આ સમાચાર સાવ ખોટ્ટા છે. ઝીરોમાં સુપર સ્ટાર શાહરુખ ખાન સાથે અનુષ્કા ઉપરાંત કેટરિના કૈફ પણ ચમકી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




