‘ઠગ્સ’ની નિષ્ફળતાથી કરણ ‘બ્રહ્માસ્ત્ર’ના બજેટમાં કાપ મુકશે..?!!

0
28

મુંબઈ,તા.૫
યશ રાજ જેવા પ્રતિષ્ઠિત બેનરની મેગા બજેટ મલ્ટિસ્ટાર ફિલ્મ ઠગ્સ આૅફ હિન્દુસ્તાન બોક્સ આૅફિસ પર ભૂંડે હાલે પટકાઇ પડતાં ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહર ટેન્શનમાં આવી ગયાની માહિતી મળી હતી.
હાલ કરણ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લઇને ભારતીય સુપર સ્ટાર કહેવાય એવી કથા ધરાવતી ટ્રિલોજીની પહેલી કડી બ્રહ્માસ્ત્ર બનાવી રહ્યો છે. અગાઉ એણે ફિલ્મ શરૃ કરી ત્યારેજ બજેટમાં કાપ મૂકવાનો વિચાર કર્યો હતો. પરંતુ રણબીરને ચમકાવતી સંજય દત્તની બાયો-ફિલ્મ હિટ નીવડતાં એણે બ્રહ્માસ્ત્ર માટે નિર્ધારેલા બજેટને યથાવત્ રહેવા દીધું હતું.
પરંતુ અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા બે મહારથી હોવા છતાં ઠગ્સ આૅફ હિન્દુસ્તાન ફ્લોપ નીવડતાં કરણ ચોંકી ઊઠયો હોવાનું કહેવાય છે અને એે પોતાની બ્રહ્માસ્ત્ર તથા અન્ય ફિલ્મોના બજેટ પર કાપ મૂકવાનું વિચારી રહ્યો હોવાની જાણકારી મળી હતી.
હાલ અયાન મુખરજી બ્રહ્માસ્ત્રનું ડાયરેક્શન કરી રહ્યા છે અને અત્યાર સુધી એવી માન્યતા પણ હતી કે આ એક મેગાબજેટ ફિલ્મ છે. પરંતુ ઠગ્સ ગબડી પડયા પછી હવે કરણ આ ફિલ્મના બજેટમાં કાપ મૂકી દે તો નવાઇ પામવા જેવું નહીં હોય એવું એની નિકટનાં સૂત્રો કહે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY