
મુંબઈ,તા.૧૬
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર-૩’ માટે ચર્ચામાં રહેલી માહી ગિલે કહ્યું કે જો તે અભિનેત્રી ન હોત તો આર્મીમાં કોઇ સારા પદ પર હોત. તેણે કહ્યું કે હું ચંડીગઢથી છું અને મારી માતા કોલેજમાં લેક્ચરર છે. મારા પિતા સરકારી અધિકારી છે.
હું ક્યારેય અભિનેત્રી બનવા ઇચ્છતી ન હતી. મારે આર્મી જોઇન્ટ કરવું હતું. આર્મીમાં હું પસંદ પણ થઇ હતી, પરંતુ ટ્રેનિંગ માટે જ્યારે હું ચેન્નઇ ગઇ ત્યારે મારી સાથે એક દુર્ઘટના ઘટી અને મારે આર્મી છોડવું પડ્યું. તે કહે છે કે ચેન્નઇના એક એરપોર્ટમાં પેરાસેઇલિંગ ટ્રેનિંગ દરમિયાન મારો ફ્રી-ફોલ થયો અને હું તેમાંથી માંડ માંડ બચી. આ ઘટના બાદ ઘરના લોકો ડરી ગયા અને મને પાછી બોલાવી લીધી.
આર્મીમાં ઘણી બાબતમાં સારું પર્ફોર્મન્સ કરીને પ્રશંસા મેળવનારી માહી કહે છે કે મારી કિસ્મતમાં એક્ટર બનવાનું લખ્યું હતું. તેથી આ દુર્ઘટના બની. હું ફાયરિંગ અને કમાન્ડમાં ખૂબ જ સારી હતી. કમાન્ડમાં હું એટલી પરફેક્ટ હતી કે રિપબ્લિક ડે પર મને કમાન્ડ આપવા બોલાવાતી. કોઇનો સાથ મળવાથી નુકસાન પણ થાય છે. માહી સાથે પણ એવું જ થયું.
તેનું કહેવું છે કે તેના એક નિર્ણયથી તેની કરિયર પર ગ્રહણ લાગ્યું હતું. આ એક ખોટા નિર્ણયની જવાબદારી તે સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’ને આપે છે, જેના કારણે તેની કરિયરને નુકસાન પહોંચ્યું. માહી કહે છે કે ફિલ્મ ‘દેવ ડી’ બાદ મને ખૂબ જ પ્રેમ અને પ્રશંસા મળ્યાં. લોકો મને ફિલ્મો માટે સાઇન કરવા ઇચ્છતા હતા, પરંતુ મેં ‘દબંગ’ સાઇન કરી અને તેનાથી મને નુકસાન થયું. નિર્માતાઓએ મને નાના રોલ ઓફર કરવાનું શરૂ કરી દીધું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


