અભિજીત ભટ્ટાચાર્ય વિવાદોમાં,મહિલા પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં ફરિયાદ નોંધાઈ

0
134


લંડન,તા.૧૬
સિંગર અભિજીત ભટ્ટાચાર્ય એકવાર ફરી વિવાદોમાં છે. આ વખતે તેની પર એક મહિલાએ આરોપ લગાવ્યો છે અને આ મામલે અભિજીત પર કેસ નોંધવામાં આવ્યો છે. અભિજીત વિરુદ્ધ એક મહિલાએ અભદ્રતાનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે અભિજીતે તેની સાથે ટેલિફોન પર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
મુંબઈનાં અંબોલી થાણામાં FIR નોંધાવવામાં આવી છે. પોલીસે IPCની કલમ ૫૦૯ અને કલમ ૫૦૬ અંતર્ગત કેસ નોંધ્યો છે. પોલીસ અનુસાર સોસાયટીમાં થઇ રહેલા ડ્રિલિંગનાં કામને લઇને અભિજીતને એક મહિલા સાથે ઝગડો થયો હતો. મહિલાનો આરોપ છે કે અભિજીતે તેની સાથે ગાળા-ગાળી કરી છે.
બીજી તરફ અભિજીતે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે મહિલા તેને પૈસા માટે ધમકીઓ આપે છે. અભિજીતે આરોપ લગાવ્યો છે કે મહિલાએ સેકેન્ડ ફ્લોર પર ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. અભિજીત આ પહેલા પણ આવા આરોપોનો સામનો કરી ચૂક્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY