બોલીવુડની દુનિયામાં હાસ્યકલાકારની સાથે અનેક પ્રકારની ભૂમિકા સફળ રીતે ભજવનાર અને જેના ડાયલોગ પ્રેક્ષકોને પેટ પકડીને હસાવતા તે કાદરખાને ઇશુના નવા વર્ષમાં જ ૮૧ વર્ષની વયે ચીર વિદાય લીધી છે. તેઓ ઘણાં સમયથી બિમાર હતા અને કેનેડામાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે ૨૦૧૯ની સવારે જ તેમના જનન્તનશીન થયાના સમાચાર જાહેર થયા હતા. તેમના પાર્થિવદેહને ભારત લાવવાને બદલે જ કેનેડામાં જ તેમની દફનવિધિ હાથ ધરાશે. એક સમયે ફિલ્મોમાં કાદરખાન-ગોવિંદા અને શકિતકપૂરની ત્રિપુટી સૌથી સફળ ગણાતી હતી. કાદરખાન સાથે અનેક ફિલ્મોમાં કામ કરનાર આ સાથી કલાકારો ઉપારંત બોલીવુડના અનેક નાના-મોટા કલાકારોએ કાદરખાનને ભાવાંજલિ-શબ્દાંજલિ અને તેમના ડાયલોગ બોલીને પોતાની આગવી રીતે શાકાંજલિ અર્પી હતી.
બોલિવૂડના દિગ્ગજ કોમેડિયનમાં સામેલ કાદર ખાને પોતાના કરિયરમાં ૩૦૦થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યુ. એક સમય હતો, જ્યારે અમિતાભ બચ્ચનની દર બીજી ફિલ્મમાં કાદર ખાન નજર આવતા હતાં. તેઓ અભિનેતાની સાથે-સાથે ડાયલોગ રાઇટર પણ હતાં. તેમણે ‘હિમ્મતવાલા’, ‘કુલી’, ‘કર્મા’, ‘શરફરોશ’ જેવી હીટ ફિલ્મોના ડાયલોગ લખ્યા છે.
કાદર ખાનનાં માતા-પિતા અફઘાનિસ્તાનમાં રહેતા હતાં. તેમના ત્રણ ભાઇઓની મોત નાની ઉંમરમાં જ થઇ હતી. જ્યારે કાદર ખાનનો જન્મ થયો ત્યારે તેમની માતાએ તેમના પિતાને કહ્યુ કે, અહિંયાની આબોહવા યોગ્ય નથી, માટે અહિંયાથી હિંદુસ્તાન જતું રહેવું છે. ત્યારે કાદર ખાનને લઇ તેમના માતા-પિતા મુંબઇ પહોંચ્યા. તે સમયે તેમના પરિવારની આર્થિક હાલત કંઇ ઠીક ન હતી. માટે મજબૂરીમાં તેમને ઝુપડપટ્ટીમાં રહેવું પડ્યું હતું. તેમના બાળપણ દરમિયાન જ તેમના માતા-પિતામાં વિવાદ થયો અને તેમના તલાક થઇ ગયા.
તલાક બાદ કાદર ખઆનની માતાએ પરિવારજનોના દબાણમાં ફરીથી લગ્ન કરવા પડ્યા. બીજા લગ્ન બાદ કાદર ખાનને બાળપણથી જ એટલા દુખોનો સામનો કરવો પડ્યો કે તેઓ ઇન્ટરવ્યૂમાં પણ તેનો ઉલ્લેખ કરતા હતાં.
કાદર ખાન પોતાની માતાને મુસીબતોથી ઉબારવા માટે પોતાના દોસ્તો સાથે મજૂરી પણ કરતા હતાં, પરંતુ જ્યારે તેમની માતાને આ વાતની જાણકારી મળી તો તેમને કાદર ખાનને પોતાના સમ આપતા માત્ર અભ્યાસ કરવા માટે કહ્યુ.
માની વાત માનીને કાદર ખાને જ્યાં સુધી ડીગ્રી ન મેળવી, ત્યાં સુધી માત્ર અભ્યાસ જ કરતા રહ્યા. ગરીબી અને બદહાલી હોવા છતા લખવા અને બોલવાનો શોખ વધાવા લાગ્યો હતો, જે તેમને બોલિવૂડ સુધી લઇ ગયો.
હંમેશાં યાદ રહેશે કાદરખાનના ‘આ’ ફેમસ ડાયલાગ
લોકો બોલીવુડ ફિલ્મોમાં તેમના અભિનયના દિવાના છે. કોઇ મજાકિયા સીન હોય કે ગંભીરતા ભર્યું, કાદર ખાને દરેક રોલ પુરી ઇમાનદારીથી નિભાવ્યો હતો. આજે અમે તમને તેમના લખેલા અને સુપરહિટ ડાયલોગ જણાવી રહ્યા છે, જેણે હંમેશાં યાદ રાખવા જાઇએ.
સુખ તો બેવફા તવાયફ કી તરહ હૈ. જા આજ ઇસકે પાસ કલ ઉસકે પાસ. જા ઇંસાન દુખ સે દોસ્તી કર લે તો ફિર જિંદગી મેં કભી ઉસકો સુખ કી તમન્ના હી નહી રહેગી- જૈસી કરની વૈસી ભરતી (૧૯૮૯)
ઔરો કે લિયે ગુનાહ સહી. હમ પિએ તો શબાબ બનતી હૈ. અરે સૌ ગમો કો નિચોડને કે બાદ એક કતરા શરાબ બનતી હૈ. – નસીબ (૧૯૯૭)
જિંદા હૈ વો લોગ જા મોત સે ટકરાતે હૈ. મુર્દો સે બદતર હૈ વો લોગ જા મોત સે ધભરાતે હૈ. – મુકદ્દર કા સિકંદર (૧૯૭૮)
હરામની દૌલત ઈંસાન કો શરૂ-શરૂ માં સુખ જરૂર દેતી હૈ. મગર બાદ મેં લે જાકર એક એસે દુખ કે સાગર મેં ઢકેલ દેતી હૈ જહાં મરતે દમ તક સુખ કા કિનારા કભી નજર નહીં આતા. -જૈસી કરની વૈસી ભરની (૧૯૮૯)
જ્યારે જિંદગી કી ગાડી ઇશ્ક કે પેટ્રોલ પર અટક આયે તો ઉસ ગાડીમાં થોડા સા શાદી કા પેટ્રોલ ડાલ દેના ચાહિએ તો ગાડી આગે બઢ જાતી હૈ. – આતિશ (૧૯૯૪)
કાદર ખાને ઘણી ફિલ્મોના ડાયલોગ લખ્યા, તેમાંથી અમર અકબર અન્ટનીનો આ ડાયલોગ ઘણો ફેમસ છે. અપન ફેમસ આદમી. બડા બડા પેપરમાં અપનકા છોટા છોટા ફોટો છપતા હૈ. લકી મેન.- અમર અકબર એન્ટોની (૧૯૭૭)
હમ કા હૈ માલૂમ. ઇડ્ઢેં એટલે રિક્ષા ડ્રાઇવર યૂનિયન કા લીડર હૂં. ઇસકે અલાવા ૐય્ મતલબ હાથ ગાડી કી જા યૂનિયન હૈ. ઉસકા ભી લીડર હૂં. કોઇ મામૂલી આદમી નહીં હૂં. – કાનૂન અપના અપના (૧૯૮૯)
કિતના ફર્ક હૈ તુમ મેં અને મુઝ મેં. તુમ દુશ્મન કો તાને મારતે હો અને ઓર મેં દુશ્મન કો ગોળી મારતા હૂં. – સપૂત (૧૯૯૬)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


