બોલીવૂડના દિગ્ગજ અભિનેતા કાદરખાનનું ૮૧ વર્ષની વયે નિધન

0
8

કાદરખાને ૩૦૦ ફિલ્મોમાં અભિનય કર્યો, ૨૫૦ ફિલ્મોનાં સંવાદો લખ્યા હતા
હેરાફેરી-૩માં છેલ્લી વાર દર્શકોને હસાવતા જાવા મળશે કાદર ખાન
ટોરેન્ટો,તા.૧
બોલીવુડના દિગ્ગજ એક્ટર-રાઈટર કાદરખાનનું ૮૧ વર્ષની વયે નિધન થયું છે. તેમના દિકરા સરફરાઝ ખાને કાદરખાનના નિધનની પુષ્ટિ કરી છે. કેનેડાની હોસ્પિટલમાં કાદરખાને અંતિમ શ્વાસ લીધા.
કાદર ખાનના પુત્ર સરફરાજે આ વિશે એક ન્યૂઝ એજન્સીને જાણકારી આપી હતી. તમને જણાવી દઇએ કે, કાદર ખાનને પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડર હતી, જેના કારણે તેમનું મગજ કામ કરવાનું બંધ કરી દીધું હતું.
થોડા સમય પહેલા જ કાદરખાનને ગંભીર બીમારી થઈ હોવાના કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ તેમના મૃત્યુની અફવા ઉડી હતી પરંતુ કાદરખાનના દિકરા સરફરાઝે કહ્યું હતું કે આ વાતો ખોટી છે અને માત્ર અફવા છે મારા પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટર્સે તેમને રેગ્યુલર રેગ્યુલર વેન્ટિલેટરથી હટાવીને બાઈપેપ વેન્ટિલેટર પર રાખ્યા હતા.
કેનેડામાં કાદર ખાનની સારવાર ચાલી રહી હતી. તેમની સલામતી માટે અમિતાભ બચ્ચને પણ ટ્વિટ કર્યું હતું. પરંતુ દુઃખની વાત એ છે કે લોકોને પેટ પકડીને હસાવનારા અભિનેતા હવે આપણી વચ્ચે રહ્યા નથી.
નીરજ વોરા, અહમદ ખાનના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ હેરાફેરી-૩ને લઈને દર્શકોમાં અત્યારથી જ ઘણી ઉત્સુક્તા છે. આ ફિલ્મમાં એક તરફ પરેશ રાવલની કોમિક ટાઇમિંગ જાવા મળશે તો બીજી તરફ કાદર ખાનના અભિનયનો તડકો લાગશે. આ ફિલ્મને જાયા બાદ હસવું રોકવું મુશ્કેલ બની જશે. હેરાફેરી-૩ જુલાઈ ૨૦૧૯માં દર્શકોની સામે રજૂ થશે.
કાદરખાન બોલીવૂડના એક ઉચ્ચ કોટીના કલાકાર હતા. તેમની અને ગોવિંદાની જાડીને ફિલ્મી પડદા પર ખૂબ લોકોએ પસંદ કરી. આમાં દરિયા દિલ, રાજા બાબૂ, કુલી નંબર ૧, છોટે સરકાર, આંખે, તેરી પાયલ મેરે ગીત, આન્ટી નંબર ૧, હીરો નંબર ૧, દીવાના મૈ દીવાના, દુલ્હે રાજા, અખિયો સે ગોલી મારે સહિતની ફિલ્મો કરી.
કાદરખાનની શક્તિ કપૂર સાથે પણ આગવી જાડી હતી.બંને પરદા પર લોકોને વિલન બનીને ડરાવ્યા હતા અને કોમેડી કરીને હસાવ્યા પણ હતા.
શક્તિ કપૂરે કહ્યું હતુ કે જ્યારે હું છેલ્લે મળ્યો ત્યારે તેમણે કહ્યું હતુ કે હું પાછો આવીશ.તે દુનિયાને સમજાવવા માંગતા હતા કે માણસાઈ શું હોય છે.તે મારા ગુરુ હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY