આદરણીય
વિજયભાઈ
તમે રાજ્યના વડા હોવાની સાથે રાજ્યના ગૃહ વિભાગનો હવાલો પણ સંભાળો છો, છેલ્લાં કેટલાક દિવસથી તમે રાજ્યની પોલીસની ભ્રષ્ટ છે તેવું નિવેદન કરી રહ્યા છો, પણ મારો વ્યકિતગત અનુભવ છે કે રાજ્યના વિવિધ વિભાગના ભ્રષ્ટાચારમાં પોલીસનો ક્રમ બહુ પાછળ આવે છે, પરંતુ પોલીસ પાસે પોતાનું કામ લઈ જતો નાગરિક કાયમ દુઃખી હોવાને કારણે પોલીસના ભ્રષ્ટાચારની ચર્ચા બહુ જલદી થાય છે. અહિયા પોલીસના ભ્રષ્ટાચારને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ પણ નથી, આરટીઓ અથવા મહેસુલ વિભાગમાં કામ લઈ જતો નાગરિક પૈસા આપી પોતાનું કામ ઉતાવળે પતાવવા માંગે છે, અન્ય વિભાગમાં પૈસા લેનાર અને આપનાર બંન્ને રાજી હોવાને કારણે તેમના ભ્રષ્ટાચારની ચર્ચા ભાગ્યે જ થાય છે.
વાત અહિયા પોલીસના ભ્રષ્ટાચારની નથી, તમારી અને મારા સહિત ગુજરાતના છ કરોડની પ્રજાની સલામતી વ્યવસ્થા સંભાળતા પોલીસની આપણે ચિંતા કરવાનું ભુલી ગયા છે, જેના પરિણામ સ્વરૂપ થોડા મહિના પહેલા વડોદરા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ સબઈન્સપેકટર જાડેજા અને હજી હમણા જ કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા સબઈન્સપેકટર રાઠોરે આત્મહત્યા કરી લીધી, પણ આપણે આપણી સંવેદના ગુમાવી દીધી છે. એક પછી એક યુવાન પોલીસ અધિકારીઓ પોતાનું જીવન ટુંકાવી રહ્યા છે. તેમનો પરિવાર પણ સામાન્ય નાગરિકની જેમ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ધક્કા ખાય અને આપણે તેમને પણ કાયદાની જાગવાઈઓ સમજાવી રહ્યા છે.
વિજયભાઈ તમારો પોલીસવાળો દુઃખી અને ત્રસ્ત છે, ગુજરાત પોલીસનો સરેરાશ સ્ટાફ રોજના પંદર કલાક કરતા વધારે કામ કરે છે. તેણે પોતાના બાળકોને કાયમ સુતા જાયા છે. પોલીસવાળા ઘરે પહોંચે ત્યારે તેના બાળકો તેની રાહ જાતા સુઈ જાય છે અને બાળકો સ્કુલે જવા નિકળે ત્યારે તે પોતાના પિતાને સુતા જુવે છે. આ તો કેવી વ્યવસ્થા છે. જ્યાં ગુજરાત પોલીસના ૬૫ હજાર જવાનોને વિકલી ઓફ પણ મળતો નથી. માનીએ છીએ કે પોલીસ આવશ્યક સેવા છે, પરંતુ પોલીસવાળો નોકરી કરતા કરતા મરી જાય ત્યાં સુધી આપણે તેની સામે પણ જાઈએ નહીં આ કેટલુ વાજબી છે. રાજ્ય અને દેશમાં ઘણી બધી સરકારી સેવાઓ ચોવીસ કલાક ચાલે છે, પણ તે વિભાગના કર્મચારીઓ સપ્તાહમાં એક દિવસ તો પરિવાર સાથે રહે છે. તમારી આસપાસ તમારી સલામતીમાં રહેલા પોલીસવાળાને એક વખત તો પુછો કે ભાઈ છેલ્લે તું તારા પરિવાર સાથે કિયારે બેઠો હતો.
તમારી સભામાં તાળી પડે એટલે તમે કહી દીધુ કે પોલીસ ભ્રષ્ટ છે, તમે પોલીસ જ્યારે સારૂ કામ કરે છે ત્યારે તેની પીઠ થાબડવાનો પ્રયત્ન કર્યો છે? નાના પોલીસની હાલત તો સૌથી વધુ કફોડી છે. પોલીસવાળાની નોકરી અને ઉંમરને કયારેય માન મળ્યું નથી, તેનો સિનિયર અધિકારી કાયમ તેને તુકારે જ બોલાવે છે. ઘણી વખત સિનિયર અધિકારી પોતાની પિતાની ઉમંરના પોલીસવાળાને હડધુત કરે છે. રસ્તા ઉપર પ્રજા અને નેતાઓ અપમાનીત કરે છે. ઓફિસમાં સાહેબ તુકારો આપે જાહેર સભામાં પોલીસને તમે ભ્રષ્ટ કહો છો, પોલીસ જેવી છે તેવી તમારી અને મારી છે. જે ભ્રષ્ટાચાર કરે તેની સામે કડક કાર્યવાહી થવી જાઈએ પણ બધા જ ભ્રષ્ટ છે તે કહેવુ વાજબી નથી. જેમ બધા નેતાઓ ચોર નથી તેમ બધી પોલીસ પણ ભ્રષ્ટ નથી. દરેક તંત્રમાં સારા અને પ્રમાણિક માણસો હોય છે તેના કારણે જ આપણી વ્યવસ્થા ચાલી રહી છે.
ખાખી કપડાંનો તૌર જ કઈક જુદો હોય છે. ખાખી કપડુ તમારા પોલીસવાળાને તેની સત્તા અને તાકાતનો અહેસાસ કરાવે છે, પરંતુ મને લાગે છે હવે ખાખી કપડાંમાં રહેલો તમારો પોલીસવાળો પોતાને લાચાર અને નિર્બળ સમજવા લાગ્યો છે. તે લોકોના ટોળામાં પોતાને એકલો સમજી રહ્યો છે. તેને લાગી રહ્યુ છે તે તેની વ્યથા અને વેદના સમજનાર કોઈ નથી જેના પરિણાસ સ્વરૂપ આપણે જાડેજા અને રાઠોર જેવા યુવાન પોલીસ અધિકારીઓ ગુમાવ્યા છે, આ પ્રકારે આપણે વધુ પોલીસ કર્મચારીઓ ગુમાવવાની રાહ જાવી જાઈએ નહીં. પોલીસ પણ આખરે આપણે વચ્ચે રહેતો માણસ છે એટલી સંવેદના તો રાખવી પડશે. તેના પ્રશ્નો, તેના પરિવારની ચિંતા આપણે કરવી પડશે, માત્ર પોલીસ ભ્રષ્ટ કહી આપણે આપણી જવાબદારીમાં છટકી શકતા નથી. તમને કોઈ પોલીસવાળો ભ્રષ્ટ માલુમ પડે તો તમારી ચેમ્બરમાં બોલાવી તેને ચાર લાફો મારજા, નોકરીમાંથી કાઢી મુકજા, પણ તેને જાહેરમાં અપમાનીત કરશો નહીં, કારણ તમે પોલીસ વિભાગના પિતાની ભૂમિકામાં છો કોઈ પિતા જાહેરમાં પોતાના સંતાનોનું અપમાન કરતો નથી.
તમે તમારા આઈપીએસ અધિકારીઓને બોલાવી થોડીક સમજ આપજા, તેમની પાસે તો ચોવીસ કલાક સરકારી ગાડી, બંગલો અને સેવામાં તૈનાત પોલીસવાળા હોય છે, પરંતુ પોલીસ લાઈનમાં રહેતો પોલીસવાળો પોતાના બાળકોની સ્કૂલે પણ જઈ શકતો નથી. તેની પાસે તેના બિમાર માતા-પિતાને દવાખાને લઈ જવાનો પણ સમય નથી, તે પરિવારના લગ્ન અને મરણ પ્રસંગમાં પણ ગેરહાજર હોય છે, કારણ પોલીસવાળો તમારા બંદોબસ્તમાં હોય છે. પોલીસને વધુ કઈ ના આપી શકાય તો વાંધો નહીં, પણ તેનો અધિકારી દિવસમાં એક વખત તેની સાથે સારી વાત કરશે તો પણ પુરતું છે. મને લાગે છે બસ આટલુ પુરતું છે જા આ દિશામાં કંઈક થાય તો…
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


