વિવાદ-વોર્નિંગ છતાં શ્રદ્ધા આર્યાએ કિકિ ચેલેન્જ સ્વીકારી ડાન્સ કર્યો

0
36

મુંબઈ,તા.૩
કુંડલી ભાગ્યની એક્ટ્રેસ પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યાએ મુંબઈ પોલીસની વોર્નિંગને અવગણીને કીકી ચેલેન્જ કર્યો છે. તેણે પોતાનો આ ડાન્સ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જોકે, શ્રદ્ધાએ આ ચેલેન્જ બાદ લોકોને વોર્નિંગ પણ આપી છે કે, તમે આ આ પ્રકારનો ડાન્સ કરવાનો પ્રયાસ ન કરો, તે બહુ જ રિસ્કી છે.
વીડિયો પોસ્ટ કરતા શ્રદ્ધાએ કેપ્શનમાં લખ્યું કે, તેને બિઝી રોડ પર કરવાનો પ્રયાસ ન કરો. કારણ કે તેને કરવું બહુ જ ખતરનાક છે. હું તો કહીશ કે, તેને બિલકુલ પણ ટ્રાય ન કરો. અમે ફિલ્મ બિઝનેસમાં છીએ, તેથી અમને ખબર છે કે, આ બધી બાબતોને સુરક્ષિત રૂપથી કેવી રીતે કરવી જાઈએ.
#kikichallengeએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રાખી છે. હોલિવુડ, બોલિવુડ હોય કે ટીવી સેલેબ્સ, બધા પર #kikichallengeનો ફીવર ચઢ્યો છે. હાલ બોલિવુડ એક્ટ્રેસ પણ પોતાની કીકી ચેલેન્જના વીડિયો બનાવીને શેર કરી રહી છે. આ એક ડાન્સ ચેલેન્જ છે, જેમાં લોકો ચાલતી કારમાંથી ઉતરીને ડાન્સ કરે છે. જેમા લોકો ફેમસ સિંગર ડ્રેકનું ગીત IN MY feelings પર ડાન્સ મૂવ્સને પરફોર્મ કરી રહ્યાં છે.
મુંબઈ પોલીસ આ ચેલેન્જને બહુ જ ખતરનાક બતાવી રહ્યા છે અને તેને ન કરવાની ચેતવણી આપી છે. મુંબઈ પોલીસે આ ડાન્સ ન કરવાનું સમજાવીને એક વીડિયો શેર કર્યો છે. જેમાં લોકોને બતાવાય છે કે, કેવી રીતે આ ડાન્સ કરતા કરતા લોકો ઘટનાનો શિકાર થાય છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY