દેશમાં એક પછી એક જે ઘટનાઓ બની રહી છે કે પેદા થઈ રહી છે તેમાં નેતાઓ અને અધિકારીઓના બક્વાસ બળતામાં ઘી હોમવાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે ભાજપાએ અને મોદી સરકારને જાગવાનો સમય આવી ગયો છે….!? લોકો હવે ખોટી બહાનાબાજી ચલાવી લેવાના મુડમાં નથી. તો લોકો પોતે જ રાજનેતાઓની સાચી-ખોટી વાતો સમજવા લાગ્યા છે. જે એક હકીકત છે…! લોકોને નરેન્દ્ર મોદી ઉપર પુરે પુરો વિશ્વાસ હતો કે એક વખત તેમને વડા પ્રધાન બનાવી દઈએ એટલે દેશમા શાંતિ થઇ જશે અને લોકો શાંતિથી ઊંઘી શકશે. પણ બન્યુ ઉલટુ મોદી સરકાર બન્યા પછી એક પછી એક એવા નિર્ણયો લીધા કે પ્રજાની ઊંઘ- શાંતિ બધુંજ હણાઈ ગયુ. છતા લોકોનો વિશ્વાસ હતો કે બે દિવસ મોડી પણ શાંતિ તો મોદી સરકારજ આપશે. પરંતુ દિવસો અને મહિનાઓ વીતી ગયા પણ ક્યાય શાંતિ દેખાતી નથી….! પરિણામે લોકોનો ધીરે ધીરે સરકાર ઉપરથી વિશ્વાસ ઓછો થતો ગયો તેમાં પણ ભાજપાના કેટલાક નેતાઓના વાણીવિલાસે તો હવનમાં હાડકા નાખવાનું કાર્ય કર્યું છે. આજના સમયમાં દેશની પ્રજા પાસે ખિસ્સામાં પૈસા નથી, તો બેકારોની સંખ્યામાં વધારો થતો જાય છે, નોકરીઓ મળતી નથી, શિક્ષણક્ષેત્રમા લખવાતી ફી એ માઝા મૂકી છે. સરકારનો અર્થતંત્ર પર કાબૂ રહ્યો નથી. લોકોની ખરીદશક્તિ ખતમ થઈ ગઈ છે. જેની અસર ઉત્પાદનો ઉપર થઈ છે. આવા સમયે ભાજપાએ પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની તાતી જરૂર છે. બજારમાં આજે પણ ભયનો માહોલ છે. ત્યારે સરકાર માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે અર્થતંત્રને પાટા ઉપર ચડાવવાના પ્રયાસો કરવા સાથે સામાન્ય, ગરીબ-મધ્યમવર્ગને રોજગારી મળી રહે તેવા નિર્ણયો કરવાના.. અને આવો નિર્ણય કરતા સમયે અગાઉ લીધેલા નિર્ણયો… પછી તે કાયદાઓના હોય તો તેનો અમલ હાલના તબક્કે રોકી દેવા, તે સાથે સરકારી મિલકતો જાહેર સાહસોને ખાનગી હાથોમા ન સોપવા તેમજ ભાજપના કેટલાક નેતાઓએ જે પ્રકારનો તોફાની બક્વાસ કરે તેને રોકવા માટે આકરા સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરે તો પરિણામો પોઝેટીવ મળવાના શરૂ થઇ જશે… પરંતુ પ્રજા હિત માટે નેતાઓની નહીં પરંતુ પ્રજાજનોની વાત સ્વીકારાશે કે કેમ….? તે સવાલ આમ પ્રજા કરી રહી છે…!
દેશમાં સીએએ- એનાઆરસીને કારણે જે પ્રકારે લોક વિરોધ ફરી વળ્યો છે અને તેમાં પણ આસામમા અમલ શરૂ કરતાં તેના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડયા છે. અને હવે ભાજપાના હિતેચ્છુઓ,હમદર્દો અને કાઈક અંશે ટેકેદારો પણ ભાજપથી દૂર થઈ ગયા છે…! જે એક હકીકત છે. પશ્ચિમ બંગાળ કબજે કરવું અને દિલ્હી આપ સરકાર પાસેથી ખેંચી લેવું એ ભાજપાનુ સ્વપ્ન છે. પરંતુ બંગાળમાં ભાજપના નેતા- અધ્યક્ષ દિલીપ ઘોષે એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું કે જે લોકોએ ભાજપા ઉપર આસ્થા મૂકી હતી તેઓ પણ હવે ભાજપાથી દૂર ભાગવા લાગ્યા છે. તો લોકો મજાકમાં પણ કહે છે કે ઘોષ ભાજપમાં રહીને મમતાનો રસ્તો સરળ બનાવી રહ્યા છે. બંગાળમા ભાજપા અધ્યક્ષ ઘોષે એક રેલીમાં કહ્યું કે નાગરિકતા કાયદાના વિરોધ દરમિયાન રેલવે સંપત્તિ અને પબ્લિક ટ્રાન્સપોર્ટને નુકસાન કરનારા લોકો પર લાઠીચાર્જ કરવાનો, ગોળી મારવાનો આદેશ મમતા બેનર્જી આપવો જોઈતો હતો. આસામ, ઉત્તર પ્રદેશ, અને કર્ણાટકમાં અમારી સરકાર છે ત્યાં આવા લોકોને- તોફાન કરનારાઓને અને કૂતરાની જેમ માર્યા છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે જે સાર્વજનિક સંપત્તિને નુકસાન કરી રહ્યા છે તે તેમના પિતાની છે.? કરદાતાઓની આ સંપત્તિઓ છે. તમે અહીં આવશો અહીનુ ખાશો અને સાર્વજનિક સંપત્તિઓને નુકસાન કરશો….? આ તમારી માલિકીનું છે….? અમે તમારા પર લાઠીચાર્જ કરીશું, ગોળી મારીશુ અને જેલમાં ધકેલી દઇશુ. તેમણે દાવો કર્યો હતો કે બે કરોડ મુસ્લિમો ભારતમાં ઘૂસી ગયા છે જેમાં એક કરોડ ઘુસણખોરો અહી બંગાળમાજ છે… તો તેમને હિંદુઓને આવા ઘુસણખોરોને ઓળખી કાઢવા પણ કહ્યું હતું. ત્યારે ભાજપાના આવા નેતાઓ બેફામ નિવેદનો કરી લોકોને ઉશ્કેરી રહ્યા છે એવું કહી શકાય કે નહી….?
વાણીવિલાસમાં ઉત્તર પ્રદેશના મંત્રી શિવરાજસિંહ પણ ગાજવા માં પાછા પડે તેવા નથી.તેમણે નાગરિકતા કાયદા સમર્થનમાં યોજાયેલી રેલીમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને યોગી વિરૂધ્ધ બોલનારાઓને જીવતા દાટી દેવામાં દેવા માગે છે. તો તેમણે એવું પણ કહ્યું કે પંડિત નેહરુની કઈ જાતી હતી….? તેમનું કોઈ ખાનદાન હતું જ નહીં. તેઓ આ વાત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કરેલા એનઆરસી કાનુન અને જેએનયુની ઘટનાના કરેલ વિરોધને લઈને બોલ્યા હતા. પરંતુ આમ લોકોના મગજમાં એ નિવેદનો એટલી ભારે અસર કરી છે કે લોકો ભાજપા વિરુદ્ધ અને સરકાર વિરુદ્ધ આક્રોશ સાથે ઘુઘવાઈ ગયા છે. એ તો ઠીક દિલ્હીમા અભ્યાસ કરતી એક ડોક્ટર વિદ્યાર્થીનીએ કહ્યું કે ઘોષે બંગાળમાં કહ્યું કે સાર્વજનિક સંપત્તિને નુકસાન કરનારાઓ પર લાઠીઓ- ગોળીઓ મરાશે.. પરંતુ સવાલ એ છે કે જેએનયુ વિદ્યાર્થીઓ પર યુનિવર્સિટીમાં ઘૂસી હુમલો થયો તેમાં કોણ હતું.? ઘોષના- રઘૉનાથસિંહના નિવેદનનો અર્થ કેવો કાઢવો….? લોકો બધું સમજે છે. ગરીબ, છેવાડાના ગામડાના યુવાનો ભણી-ગણીને આગળ ન આવવા જોઈએ માટે જેએનયુ ખતમ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.? તેવો સવાલ કરતા તેમણે કહ્યું કે રાજનેતાઓ જે વાત કરે છે તે તેમના મનમાનુ પ્રતિબિંબ છે.. જે વાણીમાં પ્રગટ થાય છે.. પછી તે વર્તનમાં આવે છે. પરંતુ તે જે પણ પક્ષના હોય તે પક્ષે તેમને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ. કારણ આમ પ્રજા સજ્જન છે. તેના ઉપર કેવી અસર પડે? અને સોશિયલ મીડિયા પર જે આંધળાંઓ વિપક્ષની કે અન્યની ખોટી ટીકાઓ કરે છે તેઓ આવા નેતાઓ મુદ્દે ચુપ કેમ થઈ જાય છે.? સરકારે એટલું સમજવાની જરૂર છે કે મોટાભાગના લોકો આવા કાયદા અને શિક્ષણ ક્ષેત્રે ફી વધારા મુદ્દે સહમત નથી…… અને છેલ્લી વાત.. કાશ્મીરમાં આતંકીઓની સાથે ઝડપાયેલ ડીએસપી દખવેન્દ્ર કે જે આતંકીઓને મદદ કરતો હતો તેને આતંકવાદી ગણીને આતંકવાદીની સાથે જે વર્તાવ- વર્તન-કરવામા આવે છે તે રીતે શા માટે કરવામાં આવતું નથી…? તેવા પ્રશ્નો આમ પ્રજામા ઉભરી રહ્યા છે ત્યારે ભાજપા અને કેન્દ્ર સરકારે જાગવાનો સમય પાકી ગયો છે…!? નહીં તો દેશના લોકો કોંગ્રેસ જેવી હાલત કરી શકે છે……!! વંદે માતરમ…
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


