દેશમાં આસમાને પહોંચેલા ખાદ્ય વસ્તુઓ, શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવોએ ભાજપા રાજનેતાઓની બોલતી બંધ કરી દીધી છે.રિટેલ ફુગાવો ૭.૫ ટકા પર પહોચી ગયો છે. તો બેરોજગારીનો આંક પણ ઉંચો જઈ રહ્યો છે. જેના કારણે દેશભરની આમ પ્રજામાં ભારે આક્રોશ છે અને આવા સમયે મોદી સરકાર સીએએ- એનઆરસી લાવી જેથી લોકોમાં બેહદ આક્રોશ છે. સામાન્ય લોકો તો કહે છે કે સરકાર રાજીનામું આપે અને આ બંને મુદ્દે ચૂંટણી લડી બતાવે તો ખબર પડે કે કેટલા લોકો ભાજપ સાથે છે….? અને કેટલા વિરોધમાં…..!? પછી જ આવા કાયદા લાવે બાકી સીએએ એન-કેન પ્રકારે મંજૂર કરી દીધો. પરંતુ આ કાયદાને સમર્થન કરનારા પક્ષોએ પણ હવે હાથ ઊંચા કરી દીધા છે પછી આ કાયદાને સમર્થન કેટલું કહેવાય…..? લોકો સરકારની નીતિથી ગળે આવી ગયા છે. સામાન્ય-શિક્ષીત-બુધ્ધિજીવી-વેપારી લોકોનુ કહેવુ છે કે એન.આર.સીનું સમર્થન કરતા પહેલા હકીકતો જાણીલો. કેન્દ્ર સરકારના આપેલા આંકડાઓ અનુસાર મુદ્રા યોજના લાગુ કરતા સમયે સ્વ. અરુણ જેટલીએ લોકસભા ગૃહમાં બતાવ્યું હતું કે દેશમાં ૩૦ કરોડ લોકો ભૂમિહીન એટલે કે જમીન નથી તેવા છે. જ્યારે આ લોકો પાસે જમીન નથી તો તેઓ પોતાના નામ પરની જમીનના કાગળો ક્યાંથી લાવશે….? ત્યારે સરકારની સર્વે કરવા વાળી સંસ્થા એન.એસ.એસ ઓ નું કહેવું છે કે એક(૧) કરોડ ૭૦ લાખ લોકો બેઘર છે. હવે મકાન જ નથી તો મકાનના કાગળ કોની પાસે હશે…? ૧૫ કરોડ વિમુક્ત એટલે કે અસ્થાઈ લોકો છે જે એમ કે તેની પરિવાર અહીથી તહી પરિવાર સાથે ફરનારાની વસ્તી છે. જેમાં વણઝારા, ગાડીયા લુહાર, બાવરીયા, કાલબેલિયા, નટ, કલંદર,ભોપા,ભાટિયાલ, જંગલમાંના સાધુ- બાવાઓ આ બધા નામ તો સાંભળ્યા જ હશે. આ લોકોના રહેવાનુ- રોકાવાનું પોતાનું ઠેકાણું નથી હોતું. આજે આ શહેર તો કાલે બીજા શહેરમાં આવા લોકો પાસે કોઈ પુરાવા હશે…? આ દેશમાં ૮ (આઠ) કરોડ ૪૧ લાખ આદિવાસીઓ વસ્તી ગણતરી ૨૦૧૧ મુજબ છે. જેના અંગે સરકાર પાસે પૂરતી આંકડાકીય માહિતી ન પણ હોય…..! ત્યારે દેશમાં વસતા આવા લોકોની હાલત શું થશે…? શું આવા લોકોને પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન કે કયા દેશમાં મોકલવામા આવશે…?શું છે કોઈ રસ્તો સરકાર પાસે..? તો જાહેર કરે જેથી આ કાયદાને લોક સમર્થન મળી જાય…..!!
તજગ્નોના કહ્યા અનુસાર દેશની અન્ય સ્થિતિ જોઈએ તો ૧૯૭૦માં સાક્ષરતા ૩૪ ટકા સુધી હતો એટલે કે ૬૬ ટકા લોકો અનપઢ હતા- અભણ હતાં. મતલબ કે આવા વડીલો- વૃદ્ધો પાસે ભણ્યા ગણ્યાના કોઈ કાગળ- પુરાવા નહીં હોય….! આજે પણ દેશમાં ૩૧ કરોડ લોકો અભણ છે. એટલે કે ૨૪ ટકા… જ્યારે શાળામાં જ ગયા નથી તો માર્કશીટ કઇ બાબતની હશે….? મતલબ આટલી સંખ્યાના લોકો પાસે ભણ્યા ગણ્યાના કોઈપણ કાગળ પુરાવા નથી. તમે પોતે જે નાના મોટા શહેર કે જિલ્લા મથકોના સૌથી ગરીબ- પછાત લોકોના ઘરો ઉપર, ઝુપડા ઉપર નજર નાખો અને વિચારો કે તેમની પાસે તેમના દાદા- પરદાદાના કયા કયા સર્ટિફિકેટ- પુરાવા- કાગળો રાખ્યા હોય કે હોઈ શકે છે..? શું નાગરિકતા સાબિત ન કરી શકે તેવી સ્થિતિમાં આવા લોકો પાસે એટલા નાણાં કે પૈસા હશે કે આવા લોકો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ લડી શકે….? સીએએ પછી લાગુ પડે એનઆરસી. આ એનઆરસી જરૂરી નથી તેવો કાયદો સમજ્યા વિચાર્યા વગર, અપમાન જનક કાયદો માત્ર મુસ્લિમો માટે જ નથી પરંતુ દરેક લોકોને લાગુ પડે છે. આ વાતને યાદ રાખજો. આસામનો દાખલો લો ત્યા સીએએ આવતા બિન મુસ્લીમો ઉછળી રહ્યા હતા.. અને હવે તેઓ એનઆરસી લાગુ થઈ ગયા બાદ પોતાના જ દેશમાં ઘુસણખોર બની ગયા છે….!? ત્યારે લોકોએ એટલું સમજવાનું છે કે નોટ બંધી, આધારકાર્ડમાં લાઈનો લાગી હતી તેમ આપણે પોતેજ આપણને ભારતીય સાબિત કરવા લાઈનો લગાવવી પડશે…!અને એ પણ ચૂંટણી સમયે મતદાન કરાવી મતો મેળવી લીધા પછી લોકોએ ચૂટેલા લોકોનાજ એટલે કે આપણા જ રાજનેતાઓ આવો કાયદો વિચાર કર્યા વગર બિન મુસ્લિમોને બાકાત કરવાને નામે એનઆરસી કાયદો લાવ્યા છે. જોકે સરકારની ખાસિયત છે કે લોકોને એવા કામ ધંધે લગાડી દે છે કે તેઓ પોતાની કે પરિવારની ભુખ દુખ જોયા વગર પોતાના પાયાના જરૂરી સળગતા પ્રશ્ને ચિંતાના ઘેરામાં ઘેરાઈ જાય……!! વંદે માતરમ…..
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


