દેશના ખેડુતો ફરી એકવાર હડતાળ પર છે. આ વખતે તેમના આંદોલનનો કાર્યક્રમ લાંબો છે. પહેલી જુનના દિવસે ખેડુતો દ્વારા ગામડા બંધની શરૂઆત કર્યા બાદ આની અસર હવે જાવા મળી રહી છે. ખેડુત આંદોલન કાર્યક્રમ ૧૦મી જુનના દિવસ સુધી ચાલનાર છે. જેમાં છેલ્લા દિવસે એટલે કે ૧૦મી જુનના દિવસે ભારત બંધની હાકલ કરવામાં આવી છે. ખેડુત સંગઠનો તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દુધ, શાકભાજી અને અન્ય કૃષિ પેદાશો તેઓ શહેરોમાં મોકલનાર નથી. આ ખેડુતોની અપીલની હાલમાં એટલી અસર જાવા મળી રહી નથી જેટલી અપેક્ષા હતી. જા કે તેની અસર હવે ધીમી ગતિથી દેખાવવાની શરૂઆત થઇ ગઇ છે. પંજાબ અને રાજસ્થાનમાં તેની અસર દેખાવવા લાગી ગઇ છે. જાહેર માર્ગો પર જ્યારે દુધની નદીઓ અને કચડાઇ ગયેલી શાકભાજીને સ્ક્રીન પર નિહાળીએ છીએ ત્યારે દુખ થાય છે. ગયા વર્ષે ખેડુતોના પ્રતિરોધને સારો પ્રતિસાદ મળ્યો હતો. જેના કારણે આ વખતે પણ પ્રયોગ કરવામાં આવે છે. સરકારી વલણને ધ્યાનમાં લેવામાં આવે તો મધ્યપ્રદેશના કૃષિ પ્રધાને આંદોલન પહેલા જ કહી દીધુ હતુ કે પોતાના રાજ્યમાં ખેડુતો વધારે પરેશાનીમાં નથી. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા સારા પગલા લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના સચિવ સ્તરના એક અધિકારી કહી ચુક્યા છે કે ખેડુતોની મોટા ભાગની માંગણી સ્થાનિક સ્તરની છે. આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. મોનસુનની સિઝન એકવખતે શરૂ થયા બાદ ખેડુતો તમામ આંદોલનને ભુલીને ખેતીના કામમાં લાગી જશે તેમ માનનાર લોકો પણ રહેલા છે. વિરોધ આગામી વખતે કરશે ત્યાર સુધી વર્ષ ૨૦૧૯માં યોજાનાર ચૂંટણી પણ પૂર્ણ થઇ જશે. ભારતના ખેડુતોના દેશ તરીકે ગણીને તમામ રાજકીય પક્ષો ખેડુતોના ગુણગાન કરતા રહે છે પરંતુ તેમની વાસ્તવિક સમસ્યા તરફ ધ્યાન આપવામાં આવતુ નથી. આ વખતે ખેડુતોની માંગ સ્પષ્ટ છે કે સમય રહેતા કેન્દ્ર સરકાર મંત્રણાની શરૂઆત કરે અને ખેતી તેમજ ખેડુતોના મામલે એક સારી પરંપરાની શરૂઆત કરે. કૃષિપેદાશોની કિંમતને ખર્ચ કરતા દોઢ ગણી કરવાની વાત ભાજપે પોતાના ઘોષણા પત્રમાં કરી છે. એક ચોક્કસ અવધિમાં ખેડુતોની આવક બે ગણી કરવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરી ચુક્યા છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા દેવા માફીની જાહેરાત પણ કરી છે. હાલમાં આંદોલન પર ઉતરેલા ખેડુતો આ તમામ જ માંગી પણ રહ્યા છે. સરકાર તેમની માંગણી તરત ભલે ન સ્વીકારે પરંતુ તેમને મળીને એક સમયગાળાની અંદર માંગણીનો નિકાલ લાવવાની ખાતરી આપી શકે છે. ખેડુતોના દસ દિવસના ગામડા બંધના ચોથા દિવસે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા. પહેલી જૂનથી લઈને ૧૦મી જૂન સુધી સપ્લાયને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિસાન એકતા મંચ અને રાષ્ટ્રીય કિસાન મહાસંઘના બેનર હેઠળ ખેડૂતો દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચીજવસ્તુઓ ખેડુતોના ગામડા બંધના કારણે હવે વધારે મોંઘી થઇ રહી છે. ખેડુતોના બંધના કારણે શાકભાજી અને દુધનો પુરવઠો ખોરવાઇ ગયો છે. મોટા માર્કેટ સુધી જથ્થો પહોંચી રહ્યો નથી. જેથી અસર દેખાવવાની શરૂઆત થઇ ગઇ છે. દેશના ૨૨ રાજ્યોમાં ૧૧૨થી વધુ ખેડૂત સંગઠનોની અપીલ પર ખેડૂતોની ૧૦ દિવસના ગામડા બંધ આંદોલનની શરૂઆત થયા બાદ હવે આગામીદિવસોમાં તેની સીધી અસર લોકોમાં દેખાય તેવી વકી છે. આ આંદોલન સ્વૈÂચ્છક છે. તેમાં કોઇપણ પ્રકારના ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા નથી. માત્ર ખેડૂતો પોતાના ઘરથી બહાર નિકળી રહ્યા નથી. જે લોકોને શાકભાજી, દૂધની જરૂર છે તે લોકોને ગામડામાં આવવું પડશે. ખેડૂતો મુખ્યરીતે વિરોધ નોંધાવીને શાકભાજી રસ્તા પર ફેંકી દેતા, દૂધ જાહેર રસ્તા પર ઢોળી દેતા નજરે પડ્યા હતા. સરકારની નીતિઓ સામેના વિરોધમાં આ આંદોલન થઇ રહ્યા છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે, પુરતા નાણા લોકોને મળી રહ્યા નથી. ખેડૂતોને તેમની પેદાશના પુરતા નાણા મળી રહ્યા નથી. ખેડૂતોની સાથે સાથે જુદા જુદા કારોબાર સાથે જાડાયેલા લોકો પરેશાન દેખાઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને આંદોલનની રાહ છોડી દેવા માટે અપીલ કરી હતી. જા કે, આની અસર દેખાઈ નથી. દુધ અને શાકભાજીનું સંકટ તોળાઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે તમામ પગલા પહેલાથી જ લેવામાં આવ્યા છે. ખેડૂત સંગઠનો મુજબ પહેલીથી લઇને
આભાર – નિહારીકા રવિયા હવે ૧૦મી સુધી ગામથી કોઇપણ સામગ્રી શહેરમાં પહોંચશે નહીં. દૂધ, ફળફળાદી, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓને લઇને પણ શહેરના લોકોને અડચણો થઇ શકે છે. ખેડુતોની સમસ્યા તરફ ધ્યાન આપી નિકાલ લાવવાની તાકીદની જરૂર છે. કેટલીક આર્થિક સમસ્યા પહેલાથી જ રહેલી છે ત્યારે આ સમસ્યા વધારે મુશ્કેલી ઉભી કરી શકે છે.
S.S.S
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



