જો સરદાર પટેલને વડાપ્રધાન બનાવ્યા હોત તો પ્રશ્ન રહ્યો ના હોત, કાશ્મીરમાં આતંકવાદ નહોતજો ભારત પાસે આ હોત તો કેવું હોત, અગર ૪૦ વર્ષ પહેલા હુ સીએમ હોત, જા ભારતની પાસે રફાલ વિમાન હોત, જોભારતમાં એ સમયે ફલાણા ફલાણા નિર્ણયો લેવામાં આવ્યા હોત તો….. આવો એક વિચાર ચાલી રહ્યો છે સરદાર પટેલને શા માટે વડાપ્રધાન ના બનાવ્યા તેનાથી હવે શું….? રફાલ વિમાન ભારત પાસે હોત તો આપણો એક પણ જવાન ગયો ના હોત અને પાકિસ્તાનનો એક પણ બચ્યો ના હોત એવુ કહેવુ અને સાંભળવાનુ સારું લાગે છે…તાલીયો પણ પડે છે પરંતુ રફાલની ગેરહાજરીમાં ભારતની વાયુસેનાના જાબાઝ પાયલોટોએ મિરાજ ૨૦૦૦ અને મિગ ૨૧ પ્રકારના વિમાનોથી પાકિસ્તાનને પાઠ ભણાવ્યો જેની પ્રશંસા કરતા કરતા નેતાગણ થાકી નથી રહ્યા. મિગ ૨૧ તો બહુ જૂના લડાકુ વિમાન છે છતાં પણ તેના પાયલોટ અભિનંદન વર્ધમાને જે હિંમત અને તાકાત થી પાકિસ્તાનનુ એક એવું લડાકુ વિમાન તોડી પાડ્યું કે જેનો ઉપયોગ અમેરિકા કરે છે અસલમાં તો એફ ૧૬ વિમાનો પાકિસ્તાનને અમેરિકાએ આપ્યા છે અને મિગ ૨૧ ના પાયલોટ અભિનંદને તેને તોડી પાડ્યું એ જાણીને ખુદ અમેરિકા પણ હેરાન છે કે જુના વિમાન જહાજથી મિગ ૨૧ થી ભારતના પાઇલટે કેવીરીતે એફ ૧૬ ને તોડી પાડ્યુ….?!
ભારતના મિગ ૨૧ ના પાયલોટે જે કરી બતાવ્યું તેમાં તેની જારદાર હિમ્મતને કારણે થઈ શકિયું. માની લો કે ભારત ની પાસે રફાલ હોત જેમાં હુમલાને અંજામ આપવા માટે આજના તમામ આધુનિક હથિયારોથી સજ્જ હોય પણ તેના પાયલોટ માં તેની પાસે આ બધું હોવા છતાં દુશ્મનના વિમાન ઉપર હુમલો કરવાનો મોકો જ ના મળે કે પછી એવી સ્થિતિ એ સમયે આવી જાય કે કોઈ પગલું લે એના પહેલા તેના પર હુમલો થઈ જાય તો શું એવું કહેવું કે રફાલ એક નિષ્ફળ વિમાન છે….? અભિનંદને જે કરી બતાવ્યું તે તેણે પોતાના આત્મવિશ્વાસ અને જારદાર હિમ્મતને કારણે કરી બતાવ્યુ એટલા માટે વિમાન ચાહે મિરાજ હોય કે મિગ ૨૧ યા સુખોઈ હોય કે પછી સામાન્ય વિમાન હોય પણ પાયલોટના આત્મવિશ્વાસ અને કંઈક કરી બતાવવું, પોતે ફના થઇ જવું, દુશ્મનોને મારી પાડવા આ રીતની બુલંદીઓ થી જ જંગ જીતી જવાય છે નહિ કે વિમાનથી કે હથિયારોથી. વડાપ્રધાનને સંઘના જે સંસ્કાર મળ્યા છે તેમા પણ લાઠી ચલાવવાનું જ શીખવાડે છે નહીં કે બંદૂક ચલાવવાનું. કેમ…? કેમકે લાકડી મહત્વની નથી પરંતુ લાકડી જેના હાથમાં છે તેનામાં કેટલુ જોશ અને હિંમત છે તે મહત્વનું છે કેટલીય વાર એવું જાવામાં આવ્યું છે કે હાથમાં ફક્ત લાઠી જાઈને સિંહ પૂંછડી દબાવીને ભાગી જાય છે સિહ કે સામેવાળો કે જેના હાથમાં લાઠી છે તેના ચહેરા પર હુમલો કરવાનો હિંમત અનેગુસ્સો જાઈને તે સમજી જાય છે કે હવે તેની ખેર નથી કે તેનાથી મુકાબલો કરવાના બદલે ત્યાંથી નીકળી જવામાં જ પોતાની ભલાઈ સમજે છે
રફાલ હોત તો આવું થાત, સરદાર સાહેબ આજે જીવતા હોત તો, વડાપ્રધાન હોત તો આવું થાત આવા વિચાર આવી વાતો માં સમય બગાડવાને બદલે ભારત ની પાસે જે સૈન્ય સામગ્રી છે તેનાથી આપણા પાયલોટ કેટલું સારું પરિણામ લાવી શક્્યા તેના માટે તેમના વિશ્વાસમાં વધારો કરવાનો પ્રયાસ થવો જાઈએ રફાલ જ્યારે આવશે ત્યારે આવશે અને તે સમયે જા ફરી થી પાકિસ્તાન આવી કોઈ હરકત કરે તો રફાલ થી પાકિસ્તાનનું નામોનિશાન મિટાવી દઈશું પરંતુ તેના પહેલા એ કહેવું કે અમારી પાસે રફાલ વિમાન હોત તો આવું થાત એવું કહીને ભારતના અન્ય વિમાનો અને તેને ઉડાડીને ભારતની રક્ષા કરવાવાળા આપણા અભિનંદન જેવા પાયલોટોનો આત્મવિશ્વાસને નીચે લાવવાના પ્રયત્નો એક રીતે જાઈએ તો શું તેમનું અપમાન નથી…..? અગર આવી જ વાત કોઈ કેજરીવાલે કરી હોત તો….? કૃપા કરીને દેશના હિતમાં લડાકુ પાયલોટોની હિંમત અને વિશ્વાસને ઓછો ના કરો. શું ૧૯૯૧માં યુદ્ધમાં રફાલ હતા …?આ સાંભળવાનું કોઈને સારું ન લાગે તો બીજા સવાલ છે કે કારગિલ ના સમયે અટલજી ની પાસે રફાલ હતા…..? છતાં પણ ભારતે -અટલજી એ યુદ્ધ જીત્યા હતા કે નહીં….? જીત્યા હતા કે નહીં….?! રફાલનુ રટણ છોડો, પાયલોટોના મનોબળ વધારો, એ નામુમકિન નહીં મુમકિન હૈ…!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


