એકતા કપૂર ચાર મહિનાના દીકરાને લઈ ઓફિસ જાય છે..!!

0
6

મુંબઈ,તા.૨૮
ટીવી ક્વિન એકતા કપૂરે પોતાના ચાર મહિનાના દીકરા રવિનો ખ્યાલ રાખવાનો નવતર ઉપાય શોધી નાખ્યો છે. એકતા કપૂર પોતાના બિઝી શિડ્યૂઅલની વચ્ચે દીકરાનું ધ્યાન રાખવા માટે અને તેની સાથે રહેવા માટે તેણે પોતાની બાલાજી ઓફિસમાં ઘોડિયાઘર શરૂ કર્યું છે.
એકતા કપૂરે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે શક્ય તેટલો સમય દીકરા સાથે પસાર કરવા ઈચ્છે છે. હવે તે ઘરે પણ જલ્દી જવાનો ટ્રાય કરે છે. તે રવિને લઈ ઓફિસ પણ આવે છે. રવિ તેની ટીમ સાથે સમય પસાર કરે છે. એકતાએ વધુમાં કહ્યું હતું કે આ સમયે તેની માતા શોભા કપૂર તેની સપોર્ટ સિસ્ટમ છે. તેની ટીમ પણ ઘણી જ સપોર્ટિવ છે. તે જ્યારે બિઝી હોય છે ત્યારે રવિ ટીમની સાથે સમય પસાર કરે છે.
એકતા કપૂરે આગળ કહ્યું હતું કે રવિ હજી માત્ર ચાર મહિનાનો છે. આ વાત કરવી થોડી વિચિત્ર છે પરંતુ રવિ હવે લોકોને ઓળખવા લાગ્યો છે. તેણે પોતાના મિત્રો બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ જ કારણથી તેણે ઓફિસમાં ઘોડિયાઘર ખોલ્યું છે. જ્યારે તેનો દીકરો મોટો થઈ જશે તે પછી પણ ઘોડિયાઘર ચાલતું રહેશે. વર્કિંગ મહિલાઓ પોતાના બાળકની આસપાસ રહે તે જરૂરી છે. તેણે આ અંગે બહુ મોડું વિચાર્યું. તેને દુઃખ છે કે તેણે આ કામ પહેલાં કેમ ના કર્યું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY