મુંબઈ,તા.૧૪
અભિનેતા ફૈઝલ ખાન અને મુસ્કાન કટારિયા વચ્ચે પણ બ્રેકપ થયો હોવાની વાતો વહેતી થઇ હતી. છેલ્લા એકાદ વર્ષથી બંને લીવ ઇન રિલેશનશીપથી સાથે રહેતાં હતાં.
લેટેસ્ટ રિપોર્ટ મુજબ બંને અલગ થઇ ગયાં હતાં. ફૈઝલે ડાન્સ ઇન્ડિયા લિટલ માસ્ટર ટીવી શોથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યાર બાદ એણે મહારાણા પ્રતાપ સિરિયલમાં મુખ્ય રોલ કર્યો હતો.એ પછી ફૈઝલ ઝલક દિખલા જો નામનો ડાન્સ શોમાં પણ વિજેતા નીવડયો હતો.
ફૈઝલ અને મુસ્કાન મોટા ભાગના ઇવેન્ટ્સમાં સાથે દેખાતાં હતાં અને સોશ્યલ મિડિયા પર પણ બંનેના ઘણા ઇન્ટિમેટ અને રોમાન્ટિક ફોટોગ્રાફ શૅર થયા હતા.
એક અહેવાલ મુજબ મુસ્કાન લીવ ઇન રિલેશનશીપવાળો એપાર્ટમેન્ટ છોડી ગઇ હતી. આ બંનેને નચ બલિયેની આૅફર પણ મળી હતી. પરંતુ એ પહેલાં બંને વચ્ચે મતભેદો થઇ ચૂક્યા હતા એટલે એમણે આ આૅફર સ્વીકારી નહોતી. ખટરાગનું કારણ જાણી શકાયું નહોતું. આ વર્ષે ફૈઝલે પોતાના પરિવાર સાથે ઇદ સુદ્ધાં મનાવી નહોતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



