ડોક્ટરોની હડતાળ તો સમેટાઈ ગઈ પરંતુ રાજકિય સ્વાર્થ માટે બંધ હોય એ કેટલો ખતરનાક ખેલ…..!

0
6

બંગાળમા હવે લાખો દર્દીઓના જીવનમાં જીવ આવ્યો હશે. કલકત્તાની એક સરકારી હોસ્પિટલમાં પોતાના સ્વજનના મૃત્યુને લઈને કેટલાક ડૉક્ટરો પર લાપરવાહીનો આરોપ લગાવી તેમની પિટાઈ કરવામાં આવી. આને લઈને બધા ડૉક્ટરોએ એકાએક હડતાળ શરૂ કરી દીધી. બંગાળની હઠયોગી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડોક્ટરોને સમજાવવાના પ્રયાસ કર્યા પરંતુ મમતાને તેના જ ઘરમાં ઘેરવાવાળા રાજકીય પક્ષે લાખો દરદીઓની ચિંતા કર્યા વગર હડતાલી ડોક્ટરોને એવી પટ્ટી પઢાવવામાં આવી કે બધા ડોક્ટર પોતાના માથા પર સફેદ પટ્ટી બાંધેલા જોવા મળ્યા. ગનીમત સમજો કે તે પટ્ટી પર કેસરી લોહી નહિ પરંતુ લાલ લોહી કે એવી દવા લગાવીને ફોટો સેશન થતું રહ્યું અને બંગાળની સાથે-સાથે અન્ય રાજ્યોમાં પણ ડોક્ટરોની હડતાળના કારણકે કેટલાય દર્દીઓને વધુ પરેશાનીનો સામનો કરવો પડયો. ખાસ દર્દી તો પ્રાઇવેટ હોસ્પિટલમાં પહોંચ્યા પરંતુ આમ સામાન્ય અને ગરીબ દરદી શું કરે….? પરિણામ એ આવ્યું કે આખરે હઠ યોગી મુખ્યમંત્રીને કોઈએ સદબુદ્ધિ સલાહ અને ડોક્ટરોની માંગણીઓ માની લીધી. પરંતુ આ ડ્રામા થયો તે ક્યારેક પણ યોગ્ય નથી. આને માટે ટીએમસી અને હઠયોગી મુખ્યમંત્રીની સાથે સાથે કેસરિયા બ્રિગેડ પણ જવાબદાર છે. પોતાના રાજકીય સ્વાર્થ માટે બંને પક્ષોના વિવાદની વચમાં લાખો દર્દીઓને જે ભોગવવું પડયું છે તેને માટે તો એવું જ કહી શકીયે કે * ઘાયલ કી ગત ઘાયલ હી જાને*…..!
ચાલો ડૉક્ટરબાબુ તમારી માંગ માનીને બંગાળની દરેક હોસ્પિટલમાં એક નોડલ પોલીસ અધિકારીની ડયુટી લાગશે. પરંતુ ફરજ ઉપર હાજર પોલીસ અધિકારીની હાજરીમાં કોઈ ડોક્ટર કે નર્સની સાથે દરદી કે તેના પરિવારજનોની ખટપટ થઈ ગઈ અને મારામારી થઈ ગઈ તો શું કરશો…? આવું નહીં થાય એતો ડૉક્ટરબાબુ આપ પણ ચોક્કસ નથી. અને જો થાય તો શું ફરી સરકારથી એવી માંગ કરશો કે ના..ના હવે તો અમારી સુરક્ષાને માટે અમારે આર્મીના જવાન જોઈએ….? સાહેબ, એક સમય હતો કે લોકો ડોક્ટરને ભગવાનનુ રૂપ માનતા હતા. દર્દીને તેમના હવાલે છોડી દેવામાં આવતો હતો. પરંતુ હવે એવું નથી. શું હોસ્પિટલમાં આજે મહિલા દરદી સુરક્ષિત છે શુ….? હોસ્પિટલમાં આઇ.સી.યુ મા મહિલા દર્દી ઉપર રેપની ઘટનાઓ થઈ છે જેમાં ડોક્ટરની સાથે પુરુષ નર્સ કે અન્ય કર્મચારી સામેલ હતા. શું બધા ડૉક્ટર દુધના ધોયેલાં છે….? કોઈ રાજકીય પક્ષના કહેવામાં આવીને હડતાલને લંબાવીને કલકત્તાના ડોક્ટરોએ પોતાની છબી નીચે પાડી છે. અને તેને માટે ટીએમસી અને હઠયોગી મમતા બેનર્જી તથા દાક્તરોને ભડકાવવા વાળી કેસરી બ્રિગેડ પણ જવાબદાર છે.
પોતાના રાજકીય સ્વાર્થ માટે લોકોને મુશ્કેલીમાં નાખવા આ પક્ષને માટે કોઈ નવી વાત નથી. અસલમાં બંગાળને પડાવવાના પ્રયાસમાં અને તેને બચાવવાના ચક્કરમાં બંગાળ માર ખાઈ રહ્યું છે. એક પક્ષને છોડીને બીજા પક્ષમાં જવાની સ્પર્ધા લાગી છે. જેને ગુજરાત મોડલ પણ કઈ શકીએ. પરંતુ આખરે તેનો અંજામ શું આવશે….? ડોક્ટરોની હડતાળ સમેટાઈ ગઈ.. હવે….? કોઈ બીજા સરકાર સામે ઉભા થશે તો તેને પણ સમર્થન આપવામાં આવશે રાજકીય સ્વાર્થ ને માટે…..? પરંતુ જનતાનું શું….? આ ખતરનાક ખેલ બંધ થાય. કોલકાતાની ડોક્ટરોની હડતાળ ને માટે જેટલી દોષી કેસરી બ્રિગેડ છે તેનાથી વધુ હઠયોગી મમતા બેનર્જી જવાબદાર છે. તેઓ પોતાની પાર્ટીના ધારાસભ્યો તો ઠીક પાર્ષદોને પણ સંભાળીને રાખી નથી શકતા તો બંગાળ શું ખાક સંભાળશે….? ઈશ્વર તેમને સદબુદ્ધિ આપે….!(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY