રાજકોટ,તા.૨૨
રાજકોટના ગોડલમાં કોંગ્રેસના અગ્રણી આગેવાન રાજેશ સખીયાની કાર પર બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ બાઇક પર આવેલા બન્ને શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના બન્યા બાદ કોંગ્રેસ અગ્રણી રાજેશ સખીયાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ કાર્યકર્તા રાજેશ સખીયા મોડી રાત્રે કોંગ્રેસ કાર્યાલયથી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે ગોંડલ પાસેના નાગકડા ગામે બે વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી અને તેમણે સખીયાની કાર પર હુમલો થયો હતો અને પાછળના ભાગ તોડી પાડ્યો હતો. જાકે આ ઘટનામાં પુલીસને પહેલાંથી ફાયરિંગ થયું છે કે નહીં તે અંગે શંકા હતી..
પ્રાપ્ત અહેવાલો મુજબ રાજેશ સખીયાએ એક અઠવાડિયા પૂર્વ રાજેશ સખીયાએ ૧૧૩ ગોંડલ મતવિસ્તારને સંવેદનશીલ જાહેર કરવા માટે અરજી કરી હતી અને પોલીસને શંકા છે કે, સૂનાવણી પહેલા આ હુમલો થયો હોવાથી શંકા ઉપજાવનારુ હતું. ઘટના બાદ સખીયાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જોકે આ ઘટનામાં પોલીસ તપાસ બાદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ સ્પષ્ટતા કરી છે કે સખીયા પર ફાયરિંગ થયું નથી અને પથ્થર મારીને કારનો કાચ તોડવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



