વાજપેયી હમેંશા અટલ રહેતા હતા.

0
18

હાર નહીં માનુગા, રાર નહી ઠાનુગા– આવી વિશેષતા કોઇ સામાન્ય વ્યક્તમાં હોઇ શકે તેમ નથી. અટલ બિહારી વાજપેયીમાં જે ખુબીઓ હતી તે તેમની ખાસ વિશેષતા હત. વાજપેયી જીવનભર પોતાના ખાસ વસુલ પર જ રહ્યા હતા. ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા હોવા છતાં મે નામની બાબત તેમનામાં કોઇ સમય દેખાઇ ન હતી. વાજપેયી એક અદ્‌ભુત વ્યક્ત હતી. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુએ પણ જ્યારે વાજપેયીને પ્રથમ વખત સંસદમાં સાંભવ્યા ત્યારે તેમની ભવિષ્યવાણી નિકળી ગઇ હતી કે આ યુવાન લાંબા સમય સુધી યાદ રહેશે. અટલ બિહારી વાજપેયી એક એવા નેતા હતા જેમને સાંભળવા માટે લોકો ચાલતા દુર દુરથી આવતા હતા. એક એક શબ્દને યોગ્ય રીતે રજૂ કરતા હતા. ક્યા શબ્દ પર કેટલો ભાર મુકવામાં આવે તે બાબતને સમજીને રજૂ કરતા હતા. કઇ વાતને કેટલી રેખાકિંત કરવી છે તે બાબત પણ ઉપયોગી હતી. બે વાક્યો જ નહી બલ્કે બે શબ્દો વચ્ચે કેટલા અંતર રાખવામાં આવે તે બાબત વાજપેયી જાણતા હતા. આ તમામ બાબતોમાં તેઓ નિષ્ણાંત હતા.

વાજપેયી ફરી એકવાર જુના અંદાજમાં પરત ફરે તેવી ઇચ્છા લોકોની રહી હતી. જા કે આ સપનુ લોકોનુ પૂર્ણ થયુ ન હતુ. અટલ બિહારી વાજપેયી ગઠબંધનના નેતા હતા પરંતુ તેઓએ કોઇ નાપાક જાડ કર્યા ન હતા. વાજપેયીને જ્યારે લાગ્યુ ત્યારે તો ઇન્દરા ગાંધીને પણ દુર્ગા કહેતા ખચકાયા ન હતા. એક શબ્દના માધ્યમથી સામેવાળી વ્યક્તની રાજનીતિનો પર્દાફાશ કરવાની કુશળતા વાજપેયીમાં હતી. એક કાર્યક્રમમાં જ્યારે તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવને પોતાના ગુરૂ તરીકે ગણાવ્યા ત્યારે વાજપેયીએ હસી હસીમાં રાવને ગુરૂ ઘંટાલ તરીકે બતાવીને સભા લુટી લીધી હતી. વાજપેયી જેવા નેતા દેશને ક્યારેય મળી શકે તેમ નથી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું એમ્સમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓ ૯૩ વર્ષના હતા. વાજપેયીને યુરિન ઇન્ફેક્શન અને કિડની સંબંધિત તકલીફના કારણે ૧૧મી જૂનના દિવસે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયાબિટીસની તકલીફ પણ તેમને હતી. વાજપેયી છેલ્લા ઘણા સમયથી એક જ કિડની પર ચાલી રહ્યા હતા. શરીરના અનેક ભાગ વધતી વયના કારણે કામ કરવાનું બંધ કરી ચુક્યા હતા. છેલ્લા બે દિવસથી તેમની તબિયત ખુબ બગડી ગઈ હતી. ત્યારબાદથી જ તેમના આરોગ્યને લઇને કોઇ આઘાતજનક સમાચાર આવશે તેને લઇને છેલ્લા ૨૪ કલાકથી લોકો ચિંતિતરીતે વિચારી રહ્યા હતા અને આખરે આંજે પાંચ વાગે ચિંતા મુજબ જ નિરાશાજનક સમાચાર આવ્યા હતા અને વાજયેપીના અવસાન અંગેના સમાચાર જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લે ૨૦૧૫માં તેમનો ફોટો સપાટી ઉપર આવ્યો હતો જ્યારે તેઓ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આવાસ ઉપર જઇને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. છેલ્લા ૯ સપ્તાહથી એમ્સમાં તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યાહતા.

છેલ્લા ૨૪ કલાકથી લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપર હતા. આઈસીયુમાં તબીબોની ટીમ દ્વારા બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ ૯૩ વર્ષીય વાજપેયીને બચાવી શકાયા ન હતા. ૨૦૦૯માં સ્ટ્રોકનો હુમલો થયા બાદ તેમની વિચારવાની શક્ત ખતમ થઇ ગઇ હતી. ત્યારબાદ ડિમેન્શયાથી ગ્રસ્ત થઇ ગયા હતા. જેમ જેમ તેમની તબિયત ખરાબ થતી ગઇ તેમ તેમ તેઓ પોતાને સાર્વજનિક જીવનથી દૂર કરતા ગયા હતા. વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન રહ્યા હતા. પહેલી વખત ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ દિવસ સુધી ચાલી હતી. ૧૯૯૮માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા જ્યારે તેમની સરકાર ૧૩ મહિના ચાલી હતી. ૧૯૯૯માં વાજપેયી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા અને તે વખતે પાંચ વર્ષની અવધિ પૂરી કરી હતી. પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરનાર વાજપેયી પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY