વાજપેયીનુ તમામ સાથે સ્નેહપૂર્ણ વર્તન

0
10

જનનાયક અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અવસાનના સમાચાર આવતાની સાથે જ સમગ્ર દેશના લોકો જાણે સ્તબ્ધ થઇ ગયા હતા. તેમની જારદાર સ્મરણશક્ત, ભાષણની કલા, કુશળતા, સ્નેહપૂર્ણના વ્યવહાર અને એક કુશળ અને સ્વાભામિની રાજનેતાના ગુણ તેમને અન્યો કરતા અલગ બનાવતા હતા. તેમની કવિતાને લઇને ભવ્ય પકડ પણ તેમની ખાસ વિશેષતાઓ પૈકીની એક વિશેષતા હતા. વાજપેયી તેમના કદને એટલુ ઉંચુ લઇ ગયા હતા કે તેમની સામે માત્ર ભાજપના ટોપના તમામ નેતાઓ જ નહીં બલ્કે વિપક્ષના નેતાઓ પણ સન્માન કરતા હતા. તમામ નેતાઓ વચ્ચે તેમની એક અલગ છાપ હતી. વાજપેયી એટલે અટલ વિશ્વાસ, વાજપેયી એટલે અટલ મક્કમતા અને વાજપેયી એટલે અટલ દેશપ્રેમની ભાવના ગણી શકાય છે.

ભાજપ આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાનો દાવો કરે છે તો તેની સફળતા વાજપેયીને જાય છે. વાજપેયીએ પાર્ટીની સ્થાપના કર્યા બાદ તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનના કારણે આજે ભારતની સૌથી મોટી પાર્ટી છે અને ૨૦ રાજ્યોમાં તેની સત્તા છે. તેમની સાથે સંબંધ રાખી ચુકેલા અને તેમની સાથે રહી ચુકેલા નિષ્ણાંતો યાદ કરતા કહે છે કે જ્યારે જનતા પાર્ટી સરકારમાં વિદેશ પ્રધાન હતા અને રાજસ્થાનમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. એ વખતે વિદેશ પ્રધાન તરીકે રેલવે કોચમાં અલગ વ્યવસ્થા રહેતી હતી. તેમની સાથે અન્ય કોઇને બેસવાની મંજુરી મળતી ન હતી. ત્યારે જનતા પાર્ટીના સેક્રેટરી તરીકે આચાર્ય ગિરિરાજ કિશોર હતા. પોતાની યાદો તાજી કરતા વરિષ્ઠ પત્રકાર પ્રવીણ ચન્દ્ર છાબડાએ એક અગ્રણી હિન્દી અખબારમાં લેખ લખતા કહ્યુ છે કે એ વખતે તેઓ એક સમાચાર એજન્સીમાં કામ કરતા હતા. ગિરિરાજ કિશોરે એ વખતે વાજપેયીની સાથે યાત્રા કરવા માટે તેઓએને અપીલ કરી હતી. તેમના કહેવાથી અને ખાસ મંજુરી સાથે તેઓએ વાજપેયીની સાથે યાત્રા કરી હતી. તેમની સાથે યાત્રા દરમિયાન વાજપેયી અને તેઓ બે જણ જ હતા. કોટાથી છાબડા ચાર કલાકની યાત્રા હતી. તેમની પાસે એવી માહિતી હતી કે વાજપેયી પોતે વિદ્યાર્થી જીવનથી જ વિદ્યાર્થી રાજનીતિથી જાડાઇ ગયા હતા. તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીના સ્ટુડેન્ટ ફેડરેશનના સક્રિય કાર્યકર તરીકે હતા.

યાત્રા દરમિયાન વાજપેયીને પ્રશ્ન કરી લેવામાં આવ્યો હતો કે કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે છેડો ફાડીને જનસંઘની સાથે કેમ અને કઇ રીતે જાડાઇ ગયા ત્યારે વાજપેયીએ જવાબમાં કહ્યુહતુ કે જ્યારે તેઓ કાનપુરમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રીય સ્વંય સેવ સંઘની શાખામાં પણ કેટલીક વખત પહોંચી જતા હતા. એ વખતે સંઘના તત્કાલીન સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકર કાનપુરમાં પહોંચ્યા હતા. તેમની સાથે વાતચીત થઇ હત. ગોલવલકર તેમની કવિતાથી ખુબ પ્રભાવિત થયા હતા. તેમના વ્યકિતત્વની તેમના પર પણ ખુબ સારી અસર થઇ હતી. ત્યારબાદ તેમનો ઝુકાવ સંઘ તરફ વધતો ગયો હતો. ત્યારબાદ હમેંશા માટે સંઘ સાથે જાડાઇ ગયા હતા. એક વખતે તેઓ જ્યારે લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમની સાથે ભેંટ થઇ હતી. વાજપેયી ચૂંટણી સભાને સંબોધવા મંચ તરફ વધી રહ્યા હતા. તે વખતે તેમને સાંભળવા માટે આવેલી ભીડને જાઇને કહી આ પત્રકારે હતુ કે તમે તો અત્યારથી જ એમપી બની ગયા છો. વાજપેયીએ જવાબમાં કહ્યુ હતુ કે જા તેઓ એમપી થઇ ગયા તો સમજી લો કે પીએમ પણ બની ગયા અને ખરેખર વાજપેયી આખરે દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન પૈકીના એક તરીકે સાબિત થયા હતા. વાજપેયી જનનાયક સાબિત થઇ ગયા હતા. નવાજપેયી એવી હસ્તી તરીકે હતા જેમનુ સન્માન તમામ રાજકીય પક્ષોના નેતાઓ પણ કરતા હતા. તમામ સમુદાયના લોકો પણ કરતા હતા. વાજપેયી એક સાચા ભારત રત્ન તરીકે હોવાની બાબતને તમામ લોકો સ્વીકારે છે. કટ્ટરપંથી પણ વાજપેયીની નીતિથી સંતુષ્ટ હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY