
અટલજીએ અનિલ કપૂરને શુભકામના પત્ર આપ્યો હતો
મુંબઈ,તા.૧૮
તમામ બોલીવુડ સેલેબ્રિટીની માફક અનિલ કપૂરે પણ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સાથે જાડાયેલી તેમની યાદો શેર કરી છે. તેઓ ઘણીવાર અલગ અલગ યોજનાઓ માટે વાજપેયીને મળ્યા હતા. અનિલે સોશિયલ મીડિયા પર અટલ બિહારી વાજપેયીનાં એ શુભકામનાં પત્રને શેર કર્યો જેને તેઓ પોતાના માટે સૌથી મોટું સમ્માન માને છે. આ પત્ર તેમને વાજપેયીએ પ્રધાનમંત્રી હતા ત્યારે લખ્યો હતો.
અનિલ કપૂરે લખ્યું કે, ‘કાગળનો ટૂકડો હવે મારા માટે સૌથી મોટુ સમ્માન બની ગયો છે. આ રીતે એક મહાન આદમીનું આટલુ વિનમ્ર હોવું અને પોતાના ઉત્સાહથી આટલા બધા લોકોનાં જીવનને સ્પર્શવું તેમની એક અવિશ્વસનીય વિરાસત છે, જે તેઓ છોડીને ગયા છે. આભાર.’
ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયીનાં નિધનથી સમગ્ર ફિલ્મી જગત દુઃખી છે. લતા મંગેશકર, પ્રિયંકા ચોપરા, અમિતાભ બચ્ચન જેવી જાણીતી હસ્તીઓએ પણ ટ્વીટ કરીને વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


