ફૂટપાથ પર હાર્મોનિયમ વગાડનારને નેહા-વિશાલે ૧-૧ લાખની સહાય કરી

0
167


મુંબઈ,તા.૧૮
પુણે શહેરમાં છેલ્લા ૩૦ વર્ષથી ફૂટપાથ પર બેસીને અને રસ્તા પર ફરીને હાર્મોનિયમ વગાડીને જીવન ગુજારતા ૭૪ વર્ષના કેશવ લાલ નામના એક સંગીતકારને બોલીવૂડના જાણીતા ગાયક-સંગીતકાર વિશાલ દદલાની તથા ગાયિકા નેહા કક્કડ, બંનેએ એક-એક લાખ રૂપિયા દાન તરીકે આપ્યાં છે.
એટલું જ નહીં, દદલાનીએ કેશવ લાલને ટીવી રિયાલિટી શો ‘ઇન્ડિયન આઈડલ ૧૦’ના સેટ પર આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું જ્યાં શોનાં સ્પર્ધકો તથા જજીસે એમની તાળીઓના ગડગડાટ દ્વારા એમની પ્રશંસા કરી હતી.
શોમાં કેશવ લાલની સાથે એમના પત્ની સોની બાઈ પણ આવ્યાં હતાં.
કેશવ લાલે એક જમાનામાં એવોર્ડવિજેતા નિર્માતા વી. શાંતારામ અને કલ્યાણજી-આણંદજી સાથે કામ કર્યું હતું.
‘ઇન્ડિયન આઈડલ ૧૦’ના એપિસોડ દરમિયાન કેશવ લાલે હાર્મોનિયમ પર રાજકપૂરની ફિલ્મનું લોકપ્રિય ગીત ‘આવારા હૂં’ વગાડ્યું હતું. દદલાની તથા નેહા કક્કડે કેશવ લાલને એક-એક લાખ રૂપિયા દાનમાં આપવાની ત્યારે જાહેરાત કરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY