વડોદરા,તા.૭
વડોદરામાં પાંચમી સપ્ટેમ્બરના રોજ એક મુસાફરો ભરેલી રિક્ષા અચાનક ઉછળીને રસ્તા પર પલટી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ બનાવ પાદરા જંબુસર રોડ પર બન્યો હતો. બપોરના સમયે ૧ઃ૪૫ વાગ્યાની આસપાસ બનેલા આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ. રિક્ષા પલટી ખાઈ ગયા બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તમામ લોકોને બહાર કાઢ્યા હતા. નોંધનીય છે કે વડોદરામાં છેલ્લા બે દિવસમાં રોડ અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે.
રસ્તા પર દોડી રહેલી રિક્ષા ટાયર નીકળી જવાને કારણે અથવા પંક્ચરને કારણે ઉછળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મુસાફરો સાથેની રિક્ષા વ્યસ્ત રોડ પર જ પલટી હતી.
સદનસિબે રસ્તામાં બેઠેલા મુસાફરોને કોઈ ઈજા પહોંચી ન હતી. અકસ્માત બાદ રિક્ષા પલટીને રસ્તા પર ઢસડાઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



