દાણીલીમડામાં મકાનની છત ધરાશાયી : બે ઘાયલ,એકનું મોત

0
147

અમદાવાદ,તા.૭
શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલ એક મકાનની છત આજે વહેલી પરોઢે ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે ત્યારે બે બાળકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાઈ હતી. જાકે તે પહેલાં જ મૃતક મહિલાને લોકોએ બહાર કાઢી હતી.
ફાયર બ્રિગેડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર દાણીલીમડામાં આવેલ છીપા સોસાયટીમાં આવેલ એક મકાનમાં વહેલી પરોઢે છત પડતાં રઇશાબાનું કાસમભાઇ શેખ નામની મહિલાનું મોત થયું છે. રઇશાબાનું તેમનો છ વર્ષનો પુત્ર યાસિન શેખ અને સાત માસની પુત્રી સાનિયાને લઇને સુતાં હતાં ત્યારે અચાનક મકાનની છત ધરાશાયી થઇ હતી. છત પડતાં રઇશાબાનું અને તેમનાં બે બાળકો દટાયાં હતાં, જેમાં રઇશાબાનુંનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે સાનિયા અને યાસિનને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળને હટાવવા લાગ્યા હતા, જ્યારે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. લોકોએ ભારે જહેમત બાદ રઇશાબાનુંને બહાર કાઢ્યાં હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY