ભારતીય સામ્યવાદી પાર્ટીમાંથી સુરત બેઠક પર વિજય શેણમારે ઉમેદવાર

0
192

સામ્યવાદી પક્ષના રાષ્ટ્રીય સચિવ ડો. લાભચંદ્ર કાંગોએ પત્રકાર પરિષદ યોજી
સુરત, તા.૧૯
ભારતીય સામ્યવાદી પક્ષના રાષ્ટ્રીય સચિવ તથા ગુજરાત પ્રાદેશના પ્રભારી ડો. ભાલચંદ્ર કાંગોએ સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારતીય સામ્યવાદી પક્ષની રાષ્ટ્રીય મંત્રીમંડળે તા.૬ માર્ચના રોજ દિલ્હી ખાતે મળેલી મીટિંગમાં નક્કી કરેલ છે કે ગુજરાત રાજ્યમાંથી સુરત પાર્લામેન્ટની બેઠક ઉપરથી ઉમેદવારી કરવાની અને ગુજરાતની ભારતીય સામ્યવાદી પક્ષની રાજ્ય કાઉન્સિલ સમિતિએ ભલામણ કરી છે કે એડવોકેટ વિજય શેણમારે જેઓ ટ્રેડ યુનિયન લીડર પણ છે. તેમને ઉમેદવારી કરવી.
દેશ આજે ક્રિટીકલ પરિસ્થિતિમાં છે. હાલની કેન્દ્રની ભાજપ શાષિત સરકારની નીતિ દેશ વિરોધીï કામદાર કિસાન વિરોધી અને કોર્પોરેટ તરફી રહી છે. સરદાર પટેલ તથા પૂજ્ય મહાત્મા ગાંધીના નામનો દૂર ઉપયોગ કરી કોમવાદી તથા જાતિવાદી નીતિઓના કારણે શાંતિ ભાઈચારો ખતરામાં આવેલ છે.
દેશની બંધારણીય સ્વાયત સંસ્થાઓ જેવી કે આર.બી.આઈ., સી.બી.આઈ., સી.ઈ.સી., ન્યાબ પાલિકા વગેરેમાં સરકારે હસ્તક્ષેપ કરી પ્રજાનો વિશ્વાસ આ સંસ્થાઓમાંથી ગુમાવ્યો છે. લોકશાહીને કમજાર બનાવવાનું ષડયંત્ર છે. સરકારી સંસ્થાઓના જાહેર થતા આંકડાઅોને દબાવી દેવામાં આવી રહ્નાં છે. જેથી આમ જનતાને દેશની આર્થિક, સામાજિક પરિસ્થિતિનો અંદાજ આવી શકે તેમ નથી.
છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં બેરોજગારી સૌથી વધુ ૭ ટકા સ્તરે પહોîચેલ છે. ખેતી અને ગ્રામીણ ક્ષેત્રમાં ભારે સંકટ વધી ગયેલ છે. કિસાનોની આત્મહત્યાïના બનાવો વધી ગયા છે. ભાજપની કેન્દ્ર સરકારે વગર વિચારે નોટબંધીના પગલાના કારણે દેશની આર્થિક પરિસ્થિતિ બગડી છે તથા ધંધા રોજગારને ભારે ફટકો પડેલ છે. નોટબંધી કરવા માટે જે કારણો સરકારે જણાવેલ છે તે જુઠ્ઠા સાબિત થયા છે. આતંકવાદ ઓના કારણે ૧૦૪ નિર્દોષ માણસોનો ભોગ લેવાયો છે. તેવી જ રીતે વગર વિચારે જીએસટી ઉતાવળે ભરેલુ પગલુ દેશના અર્થતંત્રને કમજાર કરી રહ્નાં છે. તેમ પણ ડો. લાભચંદ્ર કાંગોએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY