રાફેલ સોદો કોને મજબૂત કરવા માટે થયો વાયુસેનાને કે ઉદ્યોગપતિને?

0
9

શિવ સેનાનો મોદી પર પ્રહાર
મુંબઇ,તા.૯
એનડીએના સહયોગી દળ શિવ સેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાફેલ મામલે ધારદાર પ્રહાર કર્યો છે. સેના અને ભાજપ વચ્ચે છેલ્લા થોડા મહિનાથી ખટરાગ વધ્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત અને ટેલિફોનિક વાતચીત છતા પણ બન્ને વચ્ચે તડાં યથાવત્ હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. શિવસેનાએ રાફેલ મુદ્દે પ્રહાર કરતા સવાલ કર્યો છે કે વડાપ્રધાન મોદીએ રાફેલ સોદો કોને લાભ કરાવવા માટે કર્યો છે વાયુસેનાને કે દેવામાં ફસાયેલા ઉદ્યોગપતિને.
શિવસેનાએ કોઈ ઉદ્યોગપતિનું નામ લીધા વગર સવાલ કર્યો કે મોદીએ જવાબ આપવો જાઈએ કે તેમણે વાયુસેનાને મદદ કરવા રાફેલ સોદો કર્યો કે ફસાયેલા ઉગ્યોગપતિને લાભ કરાવવા આ કરાર કર્યો છે. રાહુલ દ્વારા પીએમ પર રાફેલ મામલે સતત હુમલાના સંદર્ભમાં શિવ સેનાએ જણાવ્યું કે, આના માટે વિપક્ષને દોષ શા માટે આપવો જાઈએ. વિપક્ષ તો વિખેરાશે (રાજકીય રીત) પરંતુ સત્ય હંમેશા પ્રવર્તશે. રાષ્ટ્રીય સુરક્ષા મામલે સવાલો ઊભા કરવા તે દેશની ટિકા કઈ રીતે કહી શકાય તેવો વેધક સવાલ પણ શિવ સેનાએ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ ટોણો મારતા જણાવ્યું કે, ‘ભાજપના વર્તમાન શાસનમાં રાષ્ટ્રીયતા અને દેશભક્તિના વ્યાખ્યા બદલાઈ ગઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY