રોટરી કલબ અને રોટ્રેક્ટ સંસ્થા દ્વારા રાજપીપળાના સફેદટાવર ખાતે  ધ્વજવંદન કાર્યક્રમની અનોખી ઉજવણી

0
43

પ્લાસ્ટિક અંગે જન જાગૃતિ કેળવવા 5000 ઇકો ફ્રેન્ડલી બેગ નું વિતરણ કરાયુ

રાજપીપળા : શનિવારે 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે રાજપીપળામાં એક અનોખી ઉજવણી કરાઈ .રાજપીપળાની રોટરી અને રોટ્રેક્ટ ક્લબ નામની સામાજિક સંસ્થા દ્રારા સામાન્ય પ્રજામાં રાષ્ટ્રભક્તિ જાગે અને તમામ લોકો આ પર્વમાં ભાગ લઇ શકે તે માટે એક વર્ષે અગાઊ જાહેર જગ્યા એવા સફેદ ટાવર વિસ્તારમાં 71માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી નર્મદા જિલ્લાના ઇતિહાસમાં જાહેર જગ્યા પર સ્વાતંત્ર્ય પર્વ ઉજવવાની પહેલ કરી હતી.તે મુજબ આ વર્ષે સતત બીજા વર્ષે પણ એમની સંસ્થા દ્વારા 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સફેદ ટાવર વિસ્તારમાં કરાઈ હતી.ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનાં ગાન સાથે જ વાહનવ્યવહાર પણ થંભી ગયા હતા સાથે સાથે બજાર વચ્ચે ચાલતા રાહદારીઓ પણ રાષ્ટ્ર ધ્વજને સલામી આપવા થંભી ગયા હતા.સૌએ રાષ્ટ્રના સન્માનમાં પોતાની જગ્યા પર ઉભા રહીને રાષ્ટ્રભક્તિના દર્શન કરાવ્યા હતા.આ પર્વમાં અનેક સામાજિક સંસ્થા સાથે મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા.

કાર્યક્રમના અંતે પ્લાસ્ટિક અંગે જન જાગૃતિ કેળવવા 5000 ઇકો ફ્રેન્ડલી બેગ નું વિતરણ કરાયુ હતું ,ઉલ્લેખનીય છે કે સામાન્ય માણસ પણ સ્વતંત્ર પર્વમાં સહભાગી બને તેવો આ પ્રયાસ જાહેર માં થતાં આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, ઉપરાંત સાંજે લોક ડાયરાનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો છે . રોટરી અને રોટ્રેક્ટ કલબ દ્વારા આ સતત ત્રીજીવાર ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY