કુખ્યાત બુટલ ગેંગ ના મુખ્ય આરોપી સહિત બે ઝડપાયા
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની જિલ્લા અધિક્ષક તરીકે નિયુક્તિ બાદ તેમની કુનેહપૂર્વક અને જાંબાઝ નીતિઓ થી ભરૂચ પોલીસ માં જાણે નવો પ્રાણ ફૂંકાયો છે પરિણામે ગુન્હેગારો માટે જિલ્લામાં ગુન્હો કરવો કે આવવું પણ કઠિન બનતુ જાય છે.
આજરોજ ધનતેરસ ની આગલી રાત્રે કોઈ ગુનેગાર જિલ્લામાં કોઈ ગુનો ન આચરે તેના આગવા આયોજન માં તમામ જિલ્લાની પોલીસ ને ચોકન્ની રહેવાની કડક સૂચના અને સતત માર્ગદર્શન ના ફળ સ્વરૂપે રાજ્યભર માં ગુના આચરતી બુટલ ગેંગ નો મુખ્ય સૂત્રધાર બુટલ અને તેનો સાથી ભરૂચ આવવાના હોવાની બાતમી મળતા જ શોધખોળ શરૂ થઈ હતી અને ધનતેરસ ની વહેલી પરોઢે પોણા પાંચ ના સુમારે જિલ્લા એલસીબી,એસઓજી,
અંકલેશ્વર સિટી,રૂરલ અને જીઆઇડીસી પોલીસે અંકલેશ્વર નૅશનલ હાઇવે ની નજીક માં આવેલી જનતાનગર સોસાયટી સામે ની સરસ્વતી શાળા ના ગ્રાઉન્ડ માં એસયુવી ગાડી માં બે જણ ને પડકારતા સામે છેડે થી ફાયરીગ થતા સમગ્ર પોલીસે પણ કડક વલણ અપનાવી ફાયરીગ કરી બુટલ ગેંગ ના સૂત્રધાર બુટલ સહિત એક ને ઝબ્બે કરી લીધાની પ્રાથમિક માહિતી મળી છે ત્યારે પોલીસ અને પ્રજા હવે શાંતિથી ધનતેરસ ઉજવશે હાલ તપાસ ચાલુ છે કે તેના અન્ય સાગરીતોની જિલ્લામાં અને જિલ્લાબહાર કયાં કયાં હાજરી છે અને દિવાળીમાં ક્યાં કયો ગુન્હો આચારવાની વેતરણ માં હતા વિગેરે તપાસ નો ધમધમાટ યુદ્ધ ના ધોરણે શરૂ થઈ ગયો છે
ધનંજય ઝવેરી 9978406923 7574888861
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"












