પીએમની સહીની નકલ કરી નોકરી મેળવવાનો પ્રયાસ કરતો વ્યક્તિ ઝડપાયો

0
19

યુવકે ટાઈપિસ્ટની નોકરીના પત્રમાં પીએમની સહીની નકલ હાઈકોર્ટને મોકલી હતી
બેંગ્લુરુ,તા.૩૦
પીએમની સહીની નકલ કરીને નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિની બેંગ્લોર પોલીસે ધરપકડ કરી છે.
બેંગ્લોર પોલીસ જણાવ્યું કે બેલાગવીનો ૩૦ વર્ષીય યુવક સંજય કુમાર ઉદેદે ટાઈપિસ્ટની નોકરીના પત્રમાં વડા પ્રધાન મોદીની સહીની નકલ કરીને આ પત્રને હાઇકોર્ટની રજિસ્ટ્રીમાં મોકલી આપ્યો હતો. હાઇકોર્ટના ડેપ્યુટી રજિસ્ટાર રાજેશ્વરીએ પોલીસ ફરિયાદ કરતાં સંજયકુમારની ધરપકડ કરી હતી.
સંજયકુમાર એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો છે અને તેને હાઇકોર્ટમાં નોકરી જોઈતી હોવાથી તેણે પીએમની સહીવાળો પત્ર હાઇકોર્ટની રજિસ્ટ્રીને મોકલી આપ્યો હતો. પત્ર મળતાં રજિસ્ટાર ઓફિસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં પીએમની નકલી સહીની વાત માલૂમ પડતાં આરોપી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસે કહ્યું કે સંજયે વડા પ્રધાન કાર્યાલયમાંથી એક નકલી પ્રમાણપત્ર મેળવ્યું હતું તથા તેમાં પીએમની સહી કરી નાખી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY